તમે ગુજરાતનું સ્વિટ્ઝર્લેન્ડ જોયું છે?પ્રવાસને જ પોતાનો શ્વાસ બનાવી દેનારા પ્રવાસી કાકાસાહેબ કાલેલકરે પ્રવાસને આત્માનો ખોરાક કહીને સન્માન્યો છે!ઘણીવાર આપણે આપણાં જ ઘર, ગામ, શહેર વિસ્તારથી અજાણ્યા રહી જઈએ છીએ. તમને ખબર છે, ગુજરાતમાં જ એક એવું સ્થળ આવેલું છે, જ્યાં કુદરતે અફાટ સૌંદર્યનો ભંડાર ભરી દીધો છે! એક એવું સ્થળ, જ્યાં ફક્ત એકવાર ગયા પછી તમને લાગશે કે કુદરતનાં આવાં અપ્રતિમ સૌંદર્યને માણવા માટે હવે કાશ્મીર કે સ્વિટ્ઝર્લેન્ડ સુધી દોડવાની જરૂર જ ક્યાં છે? આપણા ઘર આંગણે જ તો છે કુદરતી સૌંદર્યસૃષ્ટિનો ભરપૂર ખજાનો!મિત્રો, એ ખજાનાનું નામ છે આપણા ગુજરાતના નર્મદા ખાતે આવેલું શૂલપાણેશ્વર! અહીં છે વિવિધ જાતિ-પ્રજાતિનાં પ્રાણીઓ અને પંખીઓ તેમજ તમામ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ અને ક્યારેય ન ખૂટે એવી વન્યસંપત્તિ સમાં હરિયાળાં વૃક્ષોનો અખૂટ ભંડાર!કુછ દિન તો ગુજારિયે ગુજરાત કે સ્વિટ્ઝર્લેન્ડ મેં! શૂલપાણેશ્વર નહીં દેખા, તો કુછ નહીં દેખા!