તમે ઘણીવાર ઈચ્છતા હશો કે તમારે જિંદગીમાં Positive ફેરફાર લાવવા છે જેથી તમારું કુટુંબ સુખી થઈ શકે, પણ એવું બને કે એવા ફેરફાર પછીની સંભવિત નિષ્ફળતાના ડરે તમને આગળ વધતા પહેલાં જ અટકાવી દીધા હોય!અલબત્ત, એવે સમયે જો તમને કોઈક જીવતી વાર્તાઓ પ્રેરણા પૂરી પાડી દે તો? તો તમે પણ તમારી જિંદગીના કોઈ પણ તબક્કેથી 'ટર્ન લઈને તમારો નવો રસ્તો બનાવી જ શકો છો તેવું માનતા થઈ જશો.આ પુસ્તકમાં પોતાના સપનાંઓ માટે નવો રસ્તો કંડારનારા લોકોએ પોતાના હૃદયસ્પર્શી અનુભવો શૅર કર્યા છે. અહીં – IIT-મુંબઈમાંથી ડિગ્રી મેળવવા છતાં ગોવાના મુખ્યમંત્રી બનેલા મનોહર પારિકર, ઍન્વાયર્નમૅન્ટલ ટૉક્સોકોલૉજીમાં ડૉક્ટરેટ થવા છતાં સંગીતમાં પોતાનું સ્થાન બનાવનાર `ઇન્ડિયન ઓશન'ના રાહુલ રામ, IIM-કલકત્તાના વિદ્યાર્થી હોવા છતાં સફળ લેખક તરીકે પ્રસિદ્ધ થનાર અમિષ ત્રિપાઠી – વગેરે ઘણાં સુખી અને સફળ માણસોની વાત કરવામાં આવી છે. આ લોકોનું એમ માનવું છે કે અનુકૂળ ન હોય તેવા રસ્તે ચાલવા કરતા નવો અને ગમતો રસ્તો શોધવામાં જ સમજદારી છે.જો તમે પણ ચીલાચાલુ ક્ષેત્રમાંથી બહાર આવીને તમારી જિંદગી તમારી શરતોને આધારે જીવવા માંગતા હોવ, તો આ પુસ્તક તમારા માટે જ છે. તમારો રસ્તો તમારી રીતે બનાવીને તમે સફળ અને સુખી થઈ શકો છો. આ પુસ્તક તમારા માટે Wake-up Call સાબિત થશે!