'ભગવાન શ્રી સ્વામિનારાયણનાં નારી ભક્તરત્નો - ભાગ 1' એક એવું પ્રકાશન છે જે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન કેટલાંક ઉત્કૃષ્ટ મહિલા ભક્તોનાં જીવનનું વર્ણન કરે છે. વૈદિકકાળથી, અનેક શ્રદ્વાવાન નારી ભક્તોએ પવિત્ર ભારત ભૂમિની શોભા વધારી છે. ગાર્ગી, મૈત્રેયી, અંડાલ, મીરાંબાઈ અને અન્ય અસંખ્ય નારી ભક્તોએ તેમનાં આ ધ્યાત્મસભર પ્રેરણાદાયી જીવન દ્વારા ભારતને પ્રકાશિત કર્યું છે. આ જ પરંપરાને ચાલુ રાખીને, ભગવાન સ્વામિનારાયણની દેખીતી સરળ, ગ્રામીણ અને અલ્પ શિક્ષિત નારી ભક્તો પણ ભક્તિ, શ્રદ્ધા, સેવા, સમજણ અને અન્ય પ્રેરણાદાયી ગુણોથી ભરપૂર જીવન જીવતાં હતાં. તેમનું ઉચ્ચ જીવન દરેક યુગની મહિલાઓ માટે દીવાદાંડી છે કે એવી આધ્યાત્મિકતા પ્રાપ્ત કરી શકાય તે વાસ્તવિકતા છે.