Dr. Sharad Thakar is Gujarati Author. Writing “રણમાં ખીલ્યું ગુલાબ” since 1993 and “ ડૉક્ટર ની ડાયરી” since 1995 in leading Gujarati Daily New Paper. Author of 28 books, Recipient of many state level and national awards for literary work. Professionally a Gynaecologist at Ahmedabad.
આધુનિક ગુજરાતી સાહિત્યમાં ચરિત્ર નવલકથાઓ ઉપર ખૂબ ઓછું કામ થઇ રહ્યું છે ત્યારે જેમની કલમ પ્રેમકથાઓ ચૂંવતી હોય એવા લેખક એક કેસરીયા સાવજ વીશે લખે ત્યારે એમની અણીદાર કલમ દિલ ભીંજવી દે એમાં નવાઈ શું?
ડો. શરદ ઠાકર દ્વારા લખાયેલ બધાં પુસ્તકોમાં સિંહપુરુષ હંમેશા ઉત્કૃષ્ટ સ્થાને રહેશે એ તો કહેવું રહ્યું.
સાવરકર જેવા નરકેસરીને આજના યુવાનો વિસરી રહ્યાં છે એ વાત દુઃખ આપે છે ત્યારે આ નવલકથા એક આશ્વાસન પુરું પાડી રહી છે એનો આનંદ છે...
આજ એક વાત યાદ આવી ગઈ. જ્યારે હું અમારા ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારની વાત છે.શાળામાં અનેક પ્રવુતિઓ માટે ટીમ પાડવામાં આવી હતી.શિક્ષકોએ એમની મુજબ ચાર ટીમ નક્કી કરી અને ચીઠ્ઠી નાખીને બધા લીડરોને ઉઠાવવા કહ્યું. ચાર ટીમના નામ આ મુજબ હતા...સરદાર, ગાંધી, નેહરુ, અને સાવરકર. મારે આવી ટીમ સાવરકર.મને બરાબર યાદ છે ત્યારે હું ધોરણ ૬ માં અભ્યાસ કરતી હતી.અને અમારા ભાગે જે વ્યક્તિનું નામ આવ્યું હતું એના વિશે એક પણ શબ્દની ખબર સુધ્ધા ન હતી. મે જેવું ચીઠ્ઠીમાં આ અજાણ્યું નામ જોયું એટલે સાહેબને કહ્યું કે સાહેબ અમારી ટીમનું નામ કેમ આવું આપ્યું. અમારે પણ ગાંધી કે સરદાર જેવી નામવાળી ટીમ જોઈએ છે.ત્યારે ગણિત-વિજ્ઞાનના અમારા શિક્ષકએ કહ્યું કે..તમને ખબર નથી કે તમારી ટીમનું નામ જે આવ્યું છે એ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ હતા. તમને હજુ એ મહાન વ્યક્તિ કોણ હતી એની ખબર નથી એટલે..!! હા ! ત્યારે સાચે જ નોતી ખબર કે એ સાવરકર ટીમના આ "વિનાયક દામોદર સાવરકર" હતા. પણ આજે ડો. શરદ ઠાકર લેખિત "સિંહપુરુષ" નામક એમની જીવનકથા વાંચી ત્યારે ખબર પડી કે ખરેખર એ કોણ હતા!!
અત્યારે આપણે જરૂર છે દેશના દરેક બાળકને આવા વીર ક્રાન્તિકારી પુરુષ વિશે માહિતી આપવાની. જેની ફક્ત કલમની જ નહિ પણ વાણીની ધાર પણ એવી મજબૂત હતી કે સંભાળનારના રૂવાટા ઊભા થઈ જાય અને વિરોધીઓની જીભ ગુચડુવડીને બેસી જતી. ગાંધી,નેહરુ,સરદાર વિશે તો બાળકોને ક્યાંકને ક્યાંક અભ્યાસ દ્વારા ખબર હોતી હોઈ છે પણ સાવરકર નામ ભાગ્યે જ એમને ખબર હશે. ૨૬મી જાન્યુઆરી હોઈ કે ૧૫મી ઓગસ્ટ કદાચ નાટકરૂપે ભાગ ભજવવામાં કોઈ ધોતી, ચશ્મા,ને લાકડી લઈ ને ગાંધી બનશે, કોઈ ગુલાબ લગાવેલ નેહરુ બનશે,કોઈ રાની લક્ષ્મીબાઈ બનશે, તો કોઈ ભગતસિંહ..પણ આજ દિન સુધી કોઈને સાવરકર બનતા નથી જોયા,મદનલાલ ધિંગરા બનતા નથી જોયા.
અફસોસ એ વાતનો છે કે જેને ફક્ત દેશપ્રેમ, હિન્દુત્વ અને અખંડ ભારતની ભૂખ હતી તેણે કરેલા અસંખ્ય બલિદાનનો આપણે જરા પણ ઋણ ચૂકવી શક્યા નથી. જેને બાળપણથી જ દેશને આઝાદ કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી હતી, જે કેહતા કે દેશબંધુઓ માટે મારી એક જ માન્યતા- અહિંસા પરમો ધર્મ! પણ દેશના શત્રુઓ માટે મારી પાસે એક જ સૂત્ર છે- હિંસા પરમો ધર્મ. તે કહેતા ૧૮૫૭ નો સંગ્રામ એ સિપાહીઓનો બળવો નહિ પણ વાસ્તવમાં પેહલો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, વિદેશી વસ્તુઓની હોળી કરનાર પણ પ્રથમ ભારતીય તેઓ જ હતા,અભિનવ ભારતની સ્થાપના, અભ્યાસને અંતે મળતી બેરિસ્ટરની ડિગ્રીને પણ ઠુકરાવનાર,અને ખોટા આરોપો નાખીને ૫૦ વર્ષની જનમટીપ આપીને આપેલ કાળા પાણીની કપરી સજા, જ્યારે દેશના ભાગલા પાડતા હતા ત્યારે તેઓ એકલા હતા જે અખંડ ભારત, અખંડ હિન્દુત્વ ગુણગાન કરતા રહ્યા પણ કોઈ એમનાં દૂરદર્શી વિચારો ને સમજીના શક્યું અને મુસ્લિમો સામે જુકીને ભારતના ભાગલા પાડી દીધા..!
જો ગાંધી અને જવાહરએ ઈચ્છયું હોત તો ભારત અને પાકિસ્તાનના ભાગલા થતાં રોકી શક્યા હોત, કાશ્મીરમાં પાકિસ્તાનીઓ દ્વારા અસંખ્ય હિન્દુઓ પર થયેલા હુમલાને રોકી શક્યા હોત, અને પોતાની સિંધુમાં ને પણ કદાચ બચાવી શક્યા હોત!! ખેર એમની ભૂલોને હજુ પણ લોકો અવગણી નાખે છે જ્યારે સાવરકરની દેશભક્તિને હજુ સુધી લોકો અપનાવી નથી શક્યા.
આજ મે ઘણી મોડી પણ એક એવા વીરપુરુષ જે સિંહ માફક ગર્જના કરતા, ક્રાંતિકારી,અનેક કાવ્યો રચનાર, અંદમાનની સેક્યુલરનો થથરાવી દે તેવો કારાવાસ સહન કરનાર અને પોતાના વકૃત્વ અને ભાષણથી બધાને દઝાડી મુકનાર એવા ભારતમાતાના સાચા પુત્રની અશ્રુ ભીંજવી નાખે એવી જીવનકથા વાંચી.
ધન્ય છે વીર સાવરકર જેને ભારત માતા માટે અસંખ્ય બલિદાનો આપ્યા..!! ધન્ય છે ડો.શરદ ઠાકર જેમની કલમે સૌને એમના બલિદાનનો સરવાળો કરાવ્યો.!! જય હિન્દ, જય ભારત.🇮🇳
ઇતિહાસ માં ભુલાઈ ગયેલા સિંહ ને આપેલી શ્રદ્ધાંજલિ એટલે આ "સિંહપુરુષ"....વિનાયક ના હોત તો શુ થાત? અને એ જો 11 વર્ષ જેલ માં ના હોત તો આજનું ભારત કૈક અલગ જ હોત..છતાં એક કવિ, ક્રાંતિકારી અને સિંહે એ 11 વર્ષ ના સમય નો પોતાના દેશ માટે એક એક પલ નો ઉપયોગ કર્યો...
What a journey through the life a legendary leader. His character and contributions are truly under-appreciated. The fearlessness and courage of the author in stating the truth are worthy salutations to Savarkar's life.
ભારત ના ઈતિહાસ નું ભૂલયેલું ચરિત્ર કે પછી ભૂળવાડી દીધેલું? ભારત ની સ્વતંત્રતા માટે વીર સાવરકર એ સુ કર્યું છે? એ જાણવા અને આવનારી પેઢીઓ ને જણાવવા માટે નું ખુબ જ સુંદર અને જરૂરી.