નારીકેન્દ્રી ચાર લાગણીશીલ અને સંવેદનશીલ વાર્તા
દીકરી એટલે:
29 વર્ષની સુપ્રિયા ગવર્નમેંટ કોલેજમાં લેક્ચરર તરીકે જૉબ કરે છે. તેના પિતાએ ક્યારેય દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી. હંમેશાં તેની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને નિર્ણયોનું સુકાન તેના હાથમાં સોંપ્યું છે. જ્યારે તેના લગ્ન તેના પિતાથી તદ્દન વિપરીત—કુંઠિત વિચારસરણી ધરાવતા પુરુષ સાથે થાય છે, ત્યારે તેનું જીવન એક અકલ્પનીય દિશામાં વળાંક લઈ લે છે. વાર્તામાં આગળ બનતી ઘટનાઓ આપની આંખના ખૂણા ભીંજવી જશે...
~
સ્વયંસિદ્ધા:
બહુ ઓછી એવી છોકરીઓ હોય છે, જે પોતાના સપનાંઓ અને આકાંક્ષાઓની મશાલ પકડીને આગળ વધે છે, પોતાનો રસ્તો પોતે બનાવે છે, આગવી ઓળખની હકદાર બને છે અને કેટલીય છોકરીઓ માટે પ્રેરણામૂર્તિ બની રહે છે.