True Crime Series માં રજૂ થતું આ આઠમું પુસ્તક છે. સત્ય ઘટના પરથી પ્રેરિત આ વાર્તાનો વિષય અત્યંત સંવેદનશીલ છે.
છેલ્લા 4 વર્ષથી 30 વર્ષની બરખા સોલંકી તેના પતિ ભુવન સોલંકી સાથે બરોડાના એક અપાર્ટમેન્ટમાં ખુશીથી રહે છે. એક દિવસ તેનો પતિ બપોરે જમીને કામ પર જતો રહ્યો, ત્યારે તેના અપાર્ટમેન્ટના માલિકે તેના દરવાજે ભાડૂ લેવા માટે દસ્તક આપી. રસોડામાં કામકાજ કરતી બરખા દરવાજો ખોલી તેમને અંદર આવકારે છે. આ એક ભૂલ એક ભયંકર ગુનાને જન્મ આપે છે અને શરૂ થાય છે ન્યાયની સંઘર્ષ કથા!
રહસ્ય અને રોમાંચથી છલોછલ આ દિલચસ્પ લઘુકથા શરૂથી લઈને અંત સુધી તમને જકડી રાખશે, કદાચ આંખના ખૂણા પણ ભીંજવી જશે તો નવાઈ નહીં...
સ્વભાવે બિંન્દાસ... જીવન ગમે તેવા રંગો પરિસ્થિતિ સ્વરૂપે ઢોળે, હું મારા સ્વભાવની પીંછીથી વર્તમાનના કેન્વાસ પર સુંદર સ્ટ્રોકસ મારી જીવનનું માસ્ટરપીસ પેઈંટ કરી લઉં છું. આ પણ એક કળા જ છે. જીવન જીવવાની કળા. કદાચ બધી કળાઓમાં આ કળા સૌથી અગત્યની અને ખાસ શીખવા જેવી છે. કારણકે આ કળા જીવનમાં ડગલે ને પગલે કામમાં આવતી હોય છે...