"નૈતિક નિર્ણયોની ભૂલોનો `કાળો પડછાયો’ લાંબો થતો જાય છે. ભારતમાં વિવિધ નીતિઓ સંદર્ભે અનેક ફેરફારો થઈ રહ્યા છે. પ્રભાવશાળી સરકારી ક્ષેત્ર, નાણાકીય ખાધ અને મુક્ત નિયમો - એક ત્રિભેટે આવીને ઊભાં છે. જો આ ગૂંચવણનો ઉકેલ નહીં આવે તો આપણે કંઈક તો ગુમાવવું જ પડશે….
પૈસા વાપરવા કોને ન ગમે? પણ, પૈસા વાપરતાં પહેલાં આપણે પૈસા કમાવવા પડે અને બચાવવા પણ પડે. આર્થિક રીતે સધ્ધર દેશોને આવી જરૂર પડતી નથી. તેઓ નાણાં છાપી પણ શકે અને જરૂર પડે તો ઉધાર લઈ પણ શકે છે. જ્યારે આપણે ત્યાં બૅંકો આપણી બચતથાપણોનો ઉપયોગ ધિરાણ કરવા અને લાંબા ગાળાનાં લક્ષ્યોને હાંસલ કરવા માટે કરે છે. ઘણી સરકારોએ લાલચમાં આવીને નિયમોમાં અયોગ્ય ફેરફારો કર્યા, જેને કારણે રૂપિયાનું અવમૂલ્યન, નાણાંભીડ, નાદારી, આર્થિક અસ્થિરતા અને પ્રજા&#