અત્યાર સુધી વાંચેલા શ્રેષ્ઠ પુસ્તકોમાંનું એક. કદાચ એકાદ વાર્તા એવી હશે કે જે એટલી સારી ના લાગી પણ બાકીની વાર્તાઓ કોઈ નજીકના માણસની જિંદગીના બનાવ સંભાળતા હોય એટલી સાચી અને આત્મીય લાગે છે. દુઃખ, વેદના અને કરુણતા છે પણ સીધા કે આકસ્મિક હુમલો કરતા હોય તેવી ઉપરછલ્લી રીતે નહીં પણ ધીમે ધીમે ઘૂંટાઈને આપણા હોવાનો ભાગ બની જાય તેવી રીતે લખાયેલ છે. મોટા ભાગના પાત્રો રોજિંદા જીવનમાં મળતા અને ભટકાતા માણસો છે. અને આ બધું વાચક સામે કોઈ પણ જાતની કૃત્રિમતા કે લીંપણ કર્યા વગર જે છે તે હકીકતે મૂકવામાં આવેલ છે તે નિરૂપણ ગુજરાતી સાહિત્યમાં ખરેખર બેનમૂન છે. દુધાત સર, હેટ્સ ઓફ ટુ યુ. મારા જેવા ગુજરાતી વાચકો આપના હંમેશા ઋણી રહેશે. અને એક ચોક્કસ પેઢીના સૌરાષ્ટ્રના લેઉવા પટેલો માટે આ બુક આત્મકથા બની રહેશે. (Would be remiss on my part, if not thank H for sending this book my way very silently, without making any fuss about how great it is.)