Jump to ratings and reviews

Grihapravesh

Paperback

First published January 1, 1957

Loading...
Loading...

About the author

Suresh Joshi

13 books2 followers
Suresh Hariprasad Joshi, Indian novelist, poet and translator.

Ratings & Reviews

What do you think?

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
2 (33%)
4 stars
2 (33%)
3 stars
1 (16%)
2 stars
1 (16%)
1 star
0 (0%)
Displaying 1 - 2 of 2 reviews
5 reviews2 followers
April 23, 2026
▶️ કેટલાક પુસ્તકો વાંચી લીધા પછી આપણે એને યાદ રાખીએ છીએ. પણ કેટલાક પુસ્તકો એવા હોય છે કે એ આપણને વાંચી જાય છે. "ગૃહપ્રવેશ" એ એવું જ એક પુસ્તક છે.

▶️ આ પુસ્તક વાંચતા વખતે મને વારંવાર એવું લાગ્યું કે હું કોઈ વાર્તા નથી વાંચતો પણ કોઈ અનુભવની અંદર પ્રવેશ કરી રહ્યો છું.

▶️ દરેક શબ્દ, દરેક છબી, દરેક મૌન એક અજાણી ચિંતા, એક સૂક્ષ્મ લાગણી, એક અનામિક ખાલીપો જગાવી દે છે.

▶️ "જન્મોત્સવ", "પાંચમો દાવ", "નળ દમયંતી", "વિચ્છેદ", "રાત્રિગરમિષ્યતિ" અને "ગૃહપ્રવેશ" જેવી વાર્તાઓ વાંચતી વખતે મને સૌથી વધુ જે વસ્તુ ચકિત કરી તે હતી ઉપમાન અને ઉપમેયનો જોરદાર ઉપયોગ.

▶️ "પાંચમો દાવ" માં મારા શ્વાસ અદ્ધર હતા કે શું થશે ને અંતનો ઘટસ્ફોટ. "વિચ્છેદ" માં ઉર્વશીના મનમાં ચાલતી પસ્તાવાની લાગણી કે એણે લગ્ન માટે શ્રીકાંતને પસંદ કરવાની હિંમત ન કરી. શું ગજબ ભાષાનો ઉપયોગ છે!

▶️ આ વાર્તાઓમાં ભાષા માત્ર માધ્યમ નથી, ભાષા જ વાર્તા છે.

▶️ સુરેશ જોષી ઘણી વખત સીધી ઘટના બતાવતા નથી, પણ સૂચકો (symbols) દ્વારા વાતને આગળ ધપાવે છે. આ રીતનો લેખન અનુભવ મારા માટે નવો હતો. એમ લાગ્યું કે હું વાર્તા નથી વાંચતો પણ શબ્દોના અંદર છુપાયેલા અર્થોને શોધી રહ્યો છું.

▶️ ક્યારેક એક નાનું વાક્ય આખી વાર્તા જેટલું ભારે લાગે છે. ક્યારેક મૌન શબ્દ કરતાં વધુ બોલી જાય છે.

▶️ આ ભાષા સરળ નથી. તે વાચક પાસે ધીરજ માંગે છે, ધ્યાન માંગે છે, અને સહભાગિતા માંગે છે. પણ જ્યારે વાચક એની લયમાં આવી જાય ત્યારે આ ભાષા એક અનોખો સાહિત્યિક આનંદ આપે છે.

▶️ આ પુસ્તકની વાર્તાઓ વાંચીને મને સમજાયું કે વાર્તા હંમેશા "શું થયું" વિશે નથી હોતી, ક્યારેક "શું અનુભવાયું" વિશે પણ હોય છે.

▶️ પુસ્તકની શરૂઆતમાં લખાયેલા વિચારો મારા માટે ખાસ યાદગાર રહ્યા. વાર્તા કેવી રીતે સર્જાય, ભાષાનો ઉપયોગ કેમ મહત્વનો છે, અને સાહિત્યમાં "ઘટના" કરતાં "અનુભૂતિ" કેમ અગત્યની છે એ વિષે સુરેશ જોષીએ જે રીતે લખ્યું છે, તે વાંચનારને સાહિત્યને નવા દૃષ્ટિકોણથી જોવા મજબૂર કરે એમ છે.

📌

અચૂક વાંચવાલાયક.

For more reviews visit @gujju_book_reviews on Instagram
Displaying 1 - 2 of 2 reviews