“નદીની ઊલટી ધારમાં એ જ તરે છે, જે હાર માનવાનો ઇનકાર કરે છે.”
‘કાલરાત્રિ’ એ ભૈરવી નામની એક માસૂમ પરંતુ સાહસી અને નિર્ભય સ્વભાવની યુવતીની એક ખોફનાક પ્રતિશોધની કથા છે. તેની ખામોશીની પાછળ એક ગહન ઊંડાણ છે, અને તેના જીવનમાં જે કંઈ બને છે, તે તેને એક એવી દિશામાં લઈ જાય છે, જ્યાં તે માત્ર પોતાના આત્મસન્માન માટે જ નહીં, પરંતુ સમાજમાં થતાં અન્યાય સામે પણ લડાઈ લડે છે.
આ કથા એક સ્ત્રીની શક્તિ, ન્યાય અને પ્રતિશોધની એક અનોખી યાત્રાને દર્શાવે છે. દરેક અણધારી ઘટનાઓ તમને એક નવા રોમાંચ અને અણધાર્યા વળાંક સાથે રૂબરૂ કરાવશે. તમને અંત સુધી બાંધી રાખશે...
A Dangerous Revenge Short Story!!