"કેટલાક રહસ્યો દફન રહે એ જ યોગ્ય છે, પરંતુ જ્યારે તે સપાટી પર આવે છે ત્યારે શું થાય છે?"
ફાલ્ગુની, એક સમર્પિત પત્ની અને મા છે. તે માનતી હતી કે તેણે જે પુરુષ સાથે લગ્ન કર્યા છે તેને તે સારી રીતે સમજે છે. ઉમેશ સાથે 10 વર્ષ પછી, તે તેની ખામીઓ અને આદતોથી ટેવાઈ ગઈ હતી, પરંતુ જ્યારે એક રહસ્યમય કામવાળી બાઈ તેના ઘરમાં પ્રવેશે છે, ત્યારે તેના જીવનમાં એક ભયંકર ઘટનાનો ભૂકંપ આવે છે. તેનું જીવન દગા, વાસના અને જૂઠાના જાળાંમાં ફસાઈ જાય છે. સપાટીની નીચે છુપાયેલી એક અંધારી, કદરૂપી વાસ્તવિકતા પ્રગટ થાય છે. જેમ જેમ નવા ચહેરાઓ તેના જીવનમાં પ્રવેશે છે, તેમ તેમ તેના જૂના ડર ફરીથી સામે આવે છે.
ફાલ્ગુની પોતાના પરિવારને અકબંધ રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનું દરેક પગલું તેને વધુ ઊંડી ખાઈમાં ખેંચી જ
સ્વભાવે બિંન્દાસ... જીવન ગમે તેવા રંગો પરિસ્થિતિ સ્વરૂપે ઢોળે, હું મારા સ્વભાવની પીંછીથી વર્તમાનના કેન્વાસ પર સુંદર સ્ટ્રોકસ મારી જીવનનું માસ્ટરપીસ પેઈંટ કરી લઉં છું. આ પણ એક કળા જ છે. જીવન જીવવાની કળા. કદાચ બધી કળાઓમાં આ કળા સૌથી અગત્યની અને ખાસ શીખવા જેવી છે. કારણકે આ કળા જીવનમાં ડગલે ને પગલે કામમાં આવતી હોય છે...