આ વાર્તાવિશ્વ વિશે તમને ટૂંકમાં જણાવું તો, એક યુવક ફરવા માટે ગયો હોય છે ત્યાંથી એક અજાણ્યા ટાપુ પર ટ્રેકિંગમાં જાય છે, જ્યાં અકસ્માતે એ ટાપુ પર એકલો ફસાઈ જાય છે. ટાપુમાં ફસાઈ ગયા પછી બચવા માટે, પોતાના અસ્તિત્વ ટકાવવા માટે એ યુવક જે સંઘર્ષ કરે છે એની અહીં વાત છે, જેમાં શારીરિક તથા માનસિક સંઘર્ષોની સાથે-સાથે ખતરનાક હિંસક પ્રાણીઓ સાથેના સંઘર્ષો પણ એટલા જ સામેલ છે. એ યુવકની સાથે અન્ય એક વ્યક્તિની વાર્તા પણ સમાંતરે જ ચાલે છે.
જાણીજોઈને તો જીવનમાં આપણે અમુક એડવેન્ચરો કરતાં જ હોઈએ છીએ, પરંતુ જીવનમાં ક્યારેક અચાનક જ અણધાર્યુ એડવેન્ચર થઈ જાય ત્યારે શું હાલત થતી હોય છે, એની અહીં વાત છે. આખાય વાર્તાવિશ્વમાં પ્રવાસ છે, અવનવા સાહસો છે, ઘણાં રહસ્યો છે, ના વિચાર્યા હોય એવા-એવા અઢળક નવા અનુભવો