કાપાલી ઉર્ફ કાર્તિક ઉર્ફ ભૈરવનાથ નામના મહાન અઘોરીનો ચેલો. કોણ છે આ કાર્તિક અને એનું કાપાલી બનવાનું કેવી રીતે થયું એ વિશેની પળે પળે ઉત્તેજના જગાવતી વાર્તા એટલે મારી આ નવલકથા કાપાલી. અઘોરીઓની દુનિયામા એક ડોકિયું કરવાની સાથે સામાન્ય માણસના મનમાં ચાલતા લોભ, લાલચ અને વેરની અહીં વાત કહેવાઈ છે. અહીં એક તરફ ભૂતકાળમાં કાપાલીની કથા ચાલું છે તો બીજી તરફ વર્તમાન સમયમાં વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલમાં થઈ રહેલી હત્યા કે આત્મહત્યાનો ભેદ ઉકેલવા મથતાં બે યુવાન હૈયા કાવ્યા અને શશાંકની મથામણ. એમને જરાય અંદાજ નથી હોતો કે એમની આ ખોજબીન એમને ક્યાંથી ક્યાં લઇ જશે. અઘોરીઓ અને અઘોરપંથ વિશે નવું નવું જાણતા, શોધતાં એ લોકો છેક કાપાલી સુધી પહોંચી જાય છે જે માણસ છે કે રાક્ષસ એ જ નક્કી થઈ શકતું નથી.