Jump to ratings and reviews
Rate this book

Tilor

Rate this book
પશુ-પક્ષી અને માનવીના સહજીવન અને સંબંધોના નિરાળા વિષય પર લખાયેલી તદ્દન નિરાળી નવલકથા, સમર્થ સર્જક ધ્રુવ ભટ્ટની કલમે. ગ્રામ્યપ્રદેશોમાં વસતા માનવીઓ સાથે પશુ-પક્ષીઓ અને કુદરતનો અનોખો નાતો છે. એમનાં સહઅસ્તિત્વ સાથે સર્જાતી હેતભીની કથા.

270 pages, Paperback

Published February 1, 2025

Loading...
Loading...

About the author

Dhruv Bhatt

15 books73 followers
Dhruv Bhatt was born on 8 May 1947 in Ningala village of Bhavnagar State (now Bhavnagar district, Gujarat) to Prabodhray Bhatt and Harisuta Bhatt. He studied at various places, standard 1 to 4 at Jafrabad and Matriculation from Keshod. After studying commerce for two years, he left further studying[1] in 1972 and joined Gujarat Machine Manufacturers as Sales Supervisor. He voluntary retired and started writing career.[2]

His novel Akoopar has been adapted into a play directed by Aditi Desai.[3] Tattvamasi was adapted into the 2018 Gujarati film Reva.[4]

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
6 (85%)
4 stars
1 (14%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
Displaying 1 - 4 of 4 reviews
Profile Image for dunkdaft.
434 reviews35 followers
December 31, 2025
Living in Kutch, reading this. altogether hits differently.
Profile Image for Bela.
39 reviews57 followers
July 31, 2025
"આપણા પછી આપણું કહેવાય એવું કોઈ ન રહેવાનું હોય એટલા એકલા પડી જઈએ તેને સમય આવું બધું તો થાય."

"મને બધા ગામ ગમતા, ગામના પાદર વધુ ગમતા સીમ તો અસીમ ગમતી અનેક વખત પગમાં શૂળ વાગતી. ઘરે આવીને એકબીજાના પગમાંથી સોય કે સેફટી પીનથી કાંટા કાઢવાની મજા પણ અદભુત હતી. પાદર વગરના ગામની શહેર કહેવાય તેવી સમજ-ગેરસમજ બહુ મોડેથી‌ આવી."

"કોઈ સીમ કે કોઈ વગડા કદી એ ખાલી નથી હોતા. સિવાય કે આપણે એને ખાલી કરી નાખીએ. બધા જ રૂપાળા શહેરો કેટલાય નમણા ગામોના મનોહર પાદર અને મોહક સીમ વગડા ગળીને મોટા થયા છે. શહેર ભરાય છે અને સીમ-પાદરો ખાલી થાય છે."

"મુક્તિની ઝંખના ઈશ્વરે દરેકને એક સરખી આપી છે પરંતુ મુક્ત રહેવાની કળા દરેકમાં નથી હોતી. એ તો પોતે જાતે શીખવી પડે છે."

"સાથે રહેતા હોય તેમણે એકબીજા વિશે વાત કરવાની જરૂર નહીં પડતી હોય."

"જેને મન હોય તેને દુશ્મન હોય. કુદરતે અમને મન જ નથી આપ્યું એટલે મેં દુશ્મની ન કરી શકીએ."

"તું તો માણસ છો. તને ખબર ન પડતી હોય તેવું બને જ નહીં. ખરી વાત તો એ છે કે તારે ખબર પાડવી નથી ખબર પાડ અને ખબર રાખ તો સમજાય કે વાત એકલા ઘાસના વનની કે પશુ પક્ષીની નથી, એનાથી ઘણી મોટી છે, તમારી પણ છે. પોતાની જાત ઉપરાંત બીજા ને યાદ રાખશો તો જ ટકી રહેવાશે"

ગુજરાતી ભાષામાંથી ઘણા શબ્દો ગાયબ થઇ રહ્યા છે ખતમ થઈ રહ્યા છે. મારા માટે એ શબ્દો હતો 'શીકુ', વાર્તા દરમિયાન મમ્મીને પૂછ્યું એણે સમજાવ્યું.

દાદાની મોટાભાગની વાર્તાઓની જેમ આ વાર્તાનો નાયક પણ અનામિક છે અને અલગ અલગ વિસ્તારના કામથી પ્રવાસો કરે છે. પ્રવાસની જગ્યાઓ, લોકો અને પર્યાવરણની સાથે જીવે છે. વા ચક તરીકે આપણને ઘણા સવાલો માટે વિચારતા કરી મૂકે છે.
Profile Image for Neha.
196 reviews9 followers
April 29, 2025
ગુજરાતી વાચક માટે ધ્રુવ ભટ્ટનું લેખન ના ગમાડવાનો વિકલ્પ ખરો? ધ્રુવ ભટ્ટની અગાઉ લખાયેલ બુક્સ સાથે મહત્તમ અંશે સમાન છે. કચ્છ ની ભૂમિના ઘાસ, પશુ પક્ષીઓ અને માનવો વચ્ચેના આંતરસંબંધો સમજાવતી વાર્તા. ભટ્ટની બીજી વાર્તાઓની જેમ અમુક સામાન્ય લાક્ષણિક મોટિફ આમાં પણ છે, જેમકે કુદરત અને તેના સરળ છતાં અકળ તત્વો, મજબૂત સ્ત્રી પાત્રો, થોડું ડફોળ એવું મુખ્ય પાત્ર, ખમીર અને ખાનદાનીથી ભરેલ માણસો વગેરે અને અમુક વખત આ બધું પુનરાવર્તિત પણ લાગે પરંતુ અમુક વાક્યો એવી રીતે લખાયા છે કે વર્ષો સુધી સાથે રહે અને ગળે ડૂમો બાઝી જાય. ઘણું જીવો ધ્રુવદાદા!
Profile Image for Hiren  Bharwad.
46 reviews3 followers
April 12, 2025
કચ્છના લોકો વિશે તિલોર વિશે અને ત્યાંની રહેણી, કરણી, ખાનપાન વિશે જાણવા અને માણવા લાયક પુસ્તક.
Displaying 1 - 4 of 4 reviews