આ બોધકથાઓ તમને ઓશોના અદભુત જ્ઞાનની એવી દુનિયામાં લઈ જશે, જ્યાં ઊંડાણ અને સરળતાનો અનોખો સંગમ છે. પુસ્તકમાં માત્ર ઓશોના પ્રવચનોની બોધકથાઓ જ નથી, પરંતુ મુલ્લા નસરુદ્દીનના ટુચકાઓ દ્વારા છુપાયેલાં ઊંડો બોધ પણ છે. દરેક કથા વાચકોને જીવનના જટિલ પ્રશ્નોના સરળ અને રસપ્રદ જવાબો આપવાનો પ્રયાસ કરે છે.
ઓશોની બોધકથાઓ તેમના ટીકાકારો અને પ્રશંસકો વચ્ચે એક પુલ સમાન છે. એક તરફ તેઓ ધર્મ અને આધ્યાત્મિકતાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી રજૂ કરે છે, તો બીજી તરફ જીવનને સમજવા માટે એક નવી દિશા આપે છે. આ પુસ્તક માત્ર તમારું મનોરંજન જ નહીં કરે, પરંતુ દરેક બોધકથા તમને વિચારવા માટે મજબૂર કરશે કે – જીવનનો સાચો અર્થ શું છે?
તમે બોધકથાઓ વાંચતા આત્મમંથન કરશો અને જોશો કે આ બોધકથાઓ માત્ર પાનાંઓમાં જ કેદ નથી, પર&