What do you think?

સત્યભામા
કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ...
એક હતી પટરાણી સત્યભામા! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!” આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં આંખ પરોવી દૃઢ વિશ્વાસ સાથે કહી રહી છે કે : ભલે હું રાધાની જેમ રાસ નથી રમી… ભલે રુક્મિણીની જેમ મારું વરણ નથી થયું…
ભલે દ્રૌપદીની જેમ મને ‘કૃષ્ણા’ સંબોધન નથી મળ્યું… ભલે જાંબવતીની વનસંસ્કૃતિનો સ્વીકાર થયો એવું મને માન નથી મળ્યું... તો પણ, કૃષ્ણ સૌથી વધારે પ્રેમ મને કરે છે અને મને જ કરે છે! આ કથા સત્યભામાના કૃષ્ણની છે. આ કથામાં દ્વારકા છે, ગોકુળ છે, બરસાના છે, મથુરા છે, પાંચાલ છે તો વિદર્ભ પણ છે. આ સ્થળો સરનામાં નહીં, પડાવ છે. કૃષ્ણને પામવાની સત્યભામાની અહીં પોતીકી યાત્રા છે.
અહીં કથાનાં પાને પાને સત્યભામા કૃષ્ણને કહે છે કે, “જો પ્રેમ વહેંચીને મહાન થવાતું હોય તો બળ્યું, મારે મહાન નથી થવું. કૃષ્ણ, તમે દરિયાનું તળિયું તો માપી લીધું અને દ્વારકા ઊભી કરી દીધી, પણ નારીના મનનું તળિયું તો તમે માપી નથી શક્યા!” યુગ બદલાણો પણ સત્યભામા નથી બદલાણી. એ ક્યાંય નથી ગઈ, અહીં જ ઊભી છે,
આજેય. મારામાં, તમારામાં અને આપણા સૌમાં ધબકે છે – શાશ્વત!

296 pages, Paperback
Published February 13, 2025
About the author
Raam Mori
5 books13 followersરામ મોરી એ ગુજરાતના ટૂંકી વાર્તા લેખક, પટકથા લેખક અને કટારલેખક છે, જેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટૂંકી વાર્તાઓ માટે જાણીતા છે.
ભાવગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવાડ ગામમાં એક ખેડૂત પરિવારમાં જન્મ.. તેમણે ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તેમણે 17 વર્ષની ઉંમરે ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તેમની વાર્તાઓ ‘શબ્દસૃષ્ટિ’, ‘નવનીત સમર્પણ’, ‘એતદ્’,’ તથાપિ’ અને ‘શબ્દસર’ જેવા ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થઈ છે.
તેમણે પહેલા TV9 ગુજરાત સાથે કામ કર્યું અને પછી કલર્સ ગુજરાતીમાં જોડાયા. તેઓ વિજયગીરી ફિલ્મસ્ સાથે પણ કામ કરે છે. તેમણે દિવ્ય ભાસ્કરમાં સાપ્તાહિક કલમ ‘મુકામ વાર્તા’ અને મુંબઇ સમાચારમાં ‘ધ કન્ફેશન બોક્સ’ લખી હતી. તેમણે ગુજરાતી મેગેઝિન ‘કોકટેલ જિંદગી’ અને ‘#We’, ફુલછાબમાં ‘લવ યુ જિંદગી’ જેવી કટારો લખી છે. અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં તેઓ મુલાકાતી શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. 2016માં તેમનો વાર્તાસંગ્રહ ‘મહોતું’ પ્રકાશિત થયો, જેને રઘુવીર ચૌધરી અને કિરીટ દુધાત સહિતના ગુજરાતી લેખકો અને વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યો.
વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બીટ્ટુ’ થી તેમણે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું. ‘મોન્ટુની બીટ્ટુ’ પછી તેમણે બે ગુજરાતી ફિલ્મો લખી હતી. દર્શન અશ્વિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત ‘મારા પપ્પા સુપરહીરો’ અને વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત ‘એકવીસમું ટિફિન.
દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા તેમને 2016માં ઑલ ઇન્ડિયન યંગ રાઇટર્સ મીટમાં આમંત્રણ અપાયું હતું. ‘મહોતું’ પુસ્તકને ‘સાહિત્ય અકાદમી’નો ‘યુવા પુરસ્કાર’ (2017) પ્રાપ્ત થયો હતો. તેમને નાનાભાઇ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર (2017) પણ મળ્યો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને તેમના પુસ્તક ‘મહોતું’ માટે વર્ષ 2016માં ત્રીજું ઇનામ મળ્યું હતું.

Ratings & Reviews
Friends & Following
Create a free account to discover what your friends think of this book!
Community Reviews
Displaying 1 - 4 of 4 reviews
December 31, 2025
Beautiful words. However somewhere it lacked streamlined telling.
January 6, 2026
સત્યભામા… કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી
This book gently carries the reader into the heart of Gokul, Barsana, Vrindavan, and Dwarka. The descriptions are so vivid and immersive that you feel as though you have been transported to these places, experiencing the journey personally rather than merely reading about it.
Although the book is titled Sathyabama, it feels like an introduction to a whole world of unforgettable characters. Along the way, you meet Krishna in his many forms, Yashoda with her boundless love, and his dear friend Shridar. You encounter Radha and her companions, Lalita and Vishakha, as well as Sathyabama herself and Krishna’s sister, Subhadra. Rukmini, her family, and many others also come alive through the author’s words.
The writing is so powerful and sensitive that you feel as if you have truly met these characters, sharing in their emotions, their pain, their love, and their joy. Each relationship is portrayed with depth and grace, making the divine feel deeply personal.
This book is more than a story; it is an experience. A true work of art by Raam Mori.

January 19, 2026
This book needs editing, there are few error.The time period, the nature of the character, the content in each page and each chapter is very different. Sometimes it feels like there are two characters with the same name.
you can find"યમુના ના જળ ની જેમ ઓગળી" sentence in every 5th page , which I found boring and uncreative
This book is advertised as Satyabhama POV but only 30% of this book features Satyabhama, the rest of the book features other characters related to Lord Krishna.

overall good books last few chapters are very very sad specially last chapter keep it up ram mori sir
This entire review has been hidden because of spoilers.
Displaying 1 - 4 of 4 reviews