સમ્યક, નચિકેત અને હું ફરી એક વાર સાથે...
તમે જાણો છો? એક રિપોર્ટ મુજબ, ૮૫% સાયબર હુમલાઓનો રસ્તો ટેકનોલોજી નહીં, પણ માણસની એક નાની ભૂલ હોય છે. કોર્પોરેટ જગત બહારથી અજેય કિલ્લો લાગે છે, પણ અંદરથી માણસની નબળાઈઓથી ભરેલો છે.
અમારી ટીમને એક મોટી કંપનીની આંતરિક સાયબર સુરક્ષા વ્યવસ્થામાં રહેલી 'છટકબારીઓ' શોધવાનું કામ સોંપાયું છે. આ મિશન રૂટિન હતું, પણ તેનું પરિણામ ભયાનક છે.
જેવી રીતે અમે સિસ્ટમની નાની ભૂલોને ઉકેલવાનું શરૂ કર્યું, તેમ તેમ અમને સમજાયું કે આ માત્ર કોડ કે ફાયરવોલનો ખેલ નથી. આ રમત તેનાથી પણ ઘણી આગળની છે.
અમારી ટીમ સામેનો પડકાર એવી છટકબારીઓને શોધવાનો છે જે સામાન્ય રીતે જલ્દીથી ખ્યાલ નથી આવતી. આ છટકબારીઓ કંપનીના પાયાને હચમચાવી શકે છે.