Jump to ratings and reviews
Rate this book

Vishwamanav

Rate this book
ચાર સત્ય ઘટનાઓથી પ્રેરિત, ૨૦૧૪ માં પ્રકાશિત થયેલી આ નવલકથાની રૂમી નામના એક બાળકની આ સફર છે. નવલકથાનું સૌથી શ્રેષ્ઠ પાસું છે એમનું વર્ણન, વાર્તા, અને સત્ય! આ નવલકથા એક એવા ગાંડા બાળકની વાર્તા છે જેનું મગજ શૂન્ય છે. જે ગાંડું બાળક કચરામાં પડ્યું-પડ્યું પ્લાસ્ટિક ખાતું હોય અને એ બાળક જો પોતાના આત્મ-અવાજને સાંભળીને એક દિવસ દુનિયાનું સૌથી મહાન બાળક બને એ વાર્તા જ વાંચકોના હૃદયને દ્રવી ઉઠાડે છે.

આ નવલકથાના પાત્રો માત્ર ચાર છે. પ્રકરણ માત્ર ચાર છે. પરંતુ એની અંદરની ઘટનાઓ એવી છે જે ચાલીસ વર્ષ સુધી પણ વાંચકના મનમાંથી જાય નહીં. તમારી આંતરિક દ્રષ્ટિને એ જડમૂળમાંથી બદલાવી નાખે છે. આ તોફાન મચાવતી બળવાખોર વાર્તા છે. એવા પણ કિસ્સા બનેલા છે કે વિશ્વમાનવ વાંચીને વાંચક બે-બે રાત્રી સુધી સુઈ ના શક્યા હોય. જીતેશ દોંગાની આ પહેલી નવલકથા ગુજરાતી સાહિત્યમાં કલ્ટ બની રહેશે.

– પ્રકાશક

344 pages, Paperback

First published December 7, 2014

21 people are currently reading
147 people want to read

About the author

Jitesh Donga

4 books102 followers
ધ રામબાઈ નવલકથામાંથી લીધેલ પરિચય:
__________
પ્રકાશકે ખુબ કહ્યું કે મારા વિશે હું વિસ્તારથી પરિચય લખી આપું. આ આત્મવૃત લખવામાં અહીં આવતાં ‘હું, મારું, મારા’ જેવાં સ્વ-કેન્દ્રી શબ્દોના અતિરેક બદલ માફી ચાહું છું:

હું વિશ્વમાનવ, નોર્થપોલ, અને ધ રામબાઈ નવલકથાઓનો વાર્તાકાર છું.

મારો જન્મ ગુજરાતના અમરેલી જીલ્લાના સરંભડા નામના ગામે વર્ષ 1991માં ખેડૂત પરિવારમાં થયો. હું B.tech Electrical ભણ્યો. એન્જીનીયરીંગ છોડીને અંતે વાર્તા-સર્જક થયો. હાલ બેંગ્લોર રહું છું. વિશ્વમાનવ (2014), નોર્થપોલ (2018), ધ રામબાઈ (2020) નવલકથાઓ બાદ હાલ નવી નવલકથા લખી રહ્યો છું.

મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ભાવે! સવારનો કૂમળો તડકો, સાંજનો ઢળતો સૂરજ, અને રાત્રીનું અગોચર આકાશ ખુબ પ્રિય. વરસાદ તો એટલો પ્રિય કે નવલકથાઓમાં એ પાત્ર હોય છે. નદી-કિનારે, દરિયે, ખેતરે, કે જંગલોમાં જાત્રાઓથી ‘કેમ જીવવું’ એની જાગૃતિ આવતી હોય એવું લાગે. ગીર, હિમાલય, નર્મદા સાથે કશોક અનોખો ઋણાનુબંધ છે. એમની યાત્રાઓએ મારગ દેખાડ્યા છે.

હું સાવ માવડિયો. ફેમેલીમેન. ખુબ બધાં મિત્રો. મોટાભાગના વાંચકો જ હવે તો જીગરી મિત્રો છે! ગુજરાતી ભજનોનો અને Instrumental મ્યુઝીકનો પણ ભારે શોખ. જગતભરની અલગ-અલગ ભાષાઓની ફિલ્મો સાથે પણ ‘વાર્તા’ ને લીધે આધ્યાત્મિક જોડાણ!

સ્પેસસાયન્સ અને એસ્ટ્રોફીઝીક્સનો ખુબ મોટો ચાહક. મને સાયન્સ ફિક્શન, ફ્યુચર ફિક્શન, અને ફેન્ટસી ફિક્શન વિષયો ખુબ જ વ્હાલાં. આ સાયન્સ અને આધ્યાત્મના પ્રેમને લીધે ક્યારેક એવું થાય કે જો હું લેખક અને એન્જીનીયર ન હોત તો કદાચ એસ્ટ્રોનોમર અથવા ખેડૂત હોત.

મને ફિક્શનની દુનિયામાં, ખાસ કરીને નવલકથાઓની કાલ્પનિક દુનિયાઓમાં કલાકો સુધી ખોવાઈ જવું ખુબ વહાલું છે. એક સાથે ત્રણ-ચાર નવલકથાઓ વાંચ્યા કરું જેથી એક દુનિયામાંથી બીજી દુનિયામાં ટ્રાન્સપોર્ટ થયા કરું. મારા ઘરે ઠેક-ઠેકાણે પાનાંઓ વાળેલી નવલકથાઓ પડી હોય જેથી હું ઘરમાં ગમે ત્યાં હોઉં એ પુસ્તકને લઈને એનાં પાનાંઓની સુગંધ લઇ શકું અને ધીમેથી એ દુનિયામાં જતો રહું. ક્યારેક ફ્રીજમાં, રસોડામાં, કે ટોઇલેટમાં પણ નવલકથા મળી શકે! પરંતુ આ બધાંથી ઉપર – I love doing nothing! કશું પણ કર્યા વિના કલાકો પડ્યા રહેવું એ પ્રિય અવસ્થા છે.

મેં મારા ઘરે એક ‘Lives Wall’ બનાવી છે જેમાં મારા પરિવારને જીવતાં શીખવતાં અને ચૈતન્ય આપનારાં મહાન માણસોના ફોટોઝ છે. એમાં કાર્લ સેગન, ઓશો, કૃષ્ણમૂર્તિ, ટાગોર, ગોરખ, ગંગાસતી, મારી બા, બાપુજી, કબીર, મેઘાણી, નીલ ગેઈમેન, મુરાકામી, તેજસ દવે, બ્રહ્મવેદાંતજી, નોલન, કવિ દુલા કાગ, નારાયણ સ્વામી, સુરેશ જોશી, મહર્ષિ અરવિંદ, ડેવિડ એટનબરો, રસ્કિન બોન્ડ, નુસરત સાહેબ, અને ભગવાન બુદ્ધ…આ બધાં જ છે.

આ બધું જ અહીં જે લખ્યું એ આજે લખતાં સમયની સ્થિતિ છે, એ કાલે ન પણ હોય કારણ કે આ અસ્તિત્વ નદીની જેમ કેટલાંયે રૂપોમાં વહે છે. આનંદની જાત્રાએ નીકળેલ અચરજપૂર્ણ માનવી તરીકે બસ ઊંડું-મજાનું-મીઠું-ગમતું જીવતાં-જીવતાં હું અન્ય માનવીઓ માટે પણ ઘસાઈને ઊજળા થયા કરું એવું જીવી જાણું તો આ જન્મારો સાર્થક…

લી. જીતેશ દોંગા

મારા સંપર્ક માટે:

મેઈલ : jiteshdonga91@gmail.com

વેબસાઈટ : https://jiteshdonga.com

બ્લોગ : https://jkdonga.wordpress.com

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
55 (57%)
4 stars
28 (29%)
3 stars
5 (5%)
2 stars
2 (2%)
1 star
5 (5%)
Displaying 1 - 16 of 16 reviews
Profile Image for Hitesh Chaudhary.
1 review
July 22, 2015
Everyone must have to read it, if oneself starts to read it,then it'll impossible to stop and one would be free when it completed...and through reading u'll realize like chetan bhagat is writing a book in gujarati language!

simply more than fantastic
Profile Image for Neelam.
21 reviews8 followers
January 1, 2019
Author describe ed hunger, misery, tears, pain, struggle, love, death in that much details which i think too much which made me feel disgusting instead of emotional untill i complete 60% of it. And as mentioned in start that it is inspired by true stories.. That made me feel even more bad.. So at the end I will say I would not like to read such book again which brings this much negative emotions like storm.. Although it's best seller but i personal y find North Pole much much much better than this one. 2/5
Profile Image for Jivan Keshav.
2 reviews
September 7, 2017
Thanks to my friend Ganesh for this book recommendation.

One of the greatest novel in Gujarati, Both books by this author are must read. You will not regret a single moment spent behind these books.
Profile Image for Suraj Ahir.
2 reviews
July 22, 2015
worth reading. I bet once you start reading it, you won't leave it before completion.
1 review4 followers
October 2, 2015
superb book dear jitesh ....... good story & topics....description of rumi very much
1 review
June 24, 2025
ઘણાં સમય પછી એવું પુસ્તક વાંચ્યું કે જેનાં વિશે લખવા માટે ખુદ ને રોકી ન શક્યો. આમ તો હમણાં ઘણાં પુસ્તકો વાંચ્યા જેનાં વિશે લખવાની ઈચ્છા પણ થઈ પણ હું રોકતો’તો મારી જાત ને…

ટૂંકમાં કહીએ તો આ પુસ્તક એ “જીવન દર્પણ” છે. જીવન માં વાસ્તવિકતા સ્વિકારવી જેટલી જરૂરી છે એટલું જ આવશ્યક આશાઓને સાચવી રાખવી પણ છે.

પુસ્તકની પહેલી વાર્તા આપણને સ્વપ્નો માં લઈ જાય છે કે – જીવન તો આમ જ જીવાય, પ્રેમ તો આમ જ કરાય. ઘણાં લોકો આ અભિગમ ને અન્ય રીતે લે છે કે આવું ફક્ત વાર્તા અને ફિલ્મોમાં જ સંભવ છે, જીવનમાં તો ગાડરિયો પ્રવાહ જ અનુસરવો પડે. પણ મેં કહ્યું એમ વાર્તા નાં પાત્રો “રામ અને મુસ્કાન” આપણી અંદર આશા જગાડે છે કે આવું જીવન પણ જીવી શકાય. ભોગ તો અત્યારે જેમ જીવીએ છીએ એમાં પણ ઘણી રીતે આપીએ જ છીએ તો ઈચ્છા અનુસાર જીવીને થોડું હેરાન થવામાં શું ડરવાનું? વાર્તા માં ફરી સમાજની વાસ્તવિકતા આવે છે અને જીભ સુધી પહોંચેલો ગ્રાસ આપણી પાસે થી છિનવાઈ જાય છે.

બીજી વાર્તા તો નરી વાસ્તવિકતા દર્શાવે છે કે જેનાં વિશે આપણે ક્યારેય પૂરતું ધ્યાન જ નથી આપ્યું. સમાજમાં રહેતાં ગરીબ અને ખાસ માનસિક અસ્થિર લોકોનું જીવન કેટલું કરુણામય હોય છે એ આ પુસ્તક વાંચીને આપણને પૂરો ખ્યાલ આવે છે. એક અવસ્થા પર તો એવું પણ લાગે કે આવી કપરી સ્થિતિમાં આપણે હોઈએ તો કેટલો સમય ટકી શકીએ. કોઈને ચિતરી પણ ચડે એવાં પ્રસંગો લખવા ની હિંમત માટે લેખક દાદ ને પાત્ર છે. “રૂમી” નાં એ દિવસો વિશે વાંચતાં એક જ ખ્યાલ હતો કે ભલે ગમે એટલું લાંબુ ચાલે આ સંઘર્ષમય જીવન પણ ક્યારેક તો એમાં પણ સુંવાળપ આવશે જ. આ એક જ આશા સાથે આગળ વધતો ગયો અને આશા ફળી પણ ખરી. મેં કીધું ને વાસ્તવિકતા નો સ્વિકાર કરો અને આશા ન છોડો તો ફળે જ.

ત્રીજી વાર્તા પણ આપણને વિચારતા કરી દે છે કે “આવું થોડું હોય, કોઈ સાથે આવું થોડું થાય, બે માણસો આવી રીતે સાથે કેમ રહી શકે?”. આપણે સ્વિકારતા અચકાઈએ છીએ પણ સરેરાશ માણસ ને એક આધાર રૂપે સંબંધ જોઈએ જેની સાથે રહીને એ પોતાનું જીવન સારી રીતે જીવી શકે. “સ્વરા અને રૂમી” આવો જ સંબંધ સ્થાપિત કરે છે અને એકબીજાને અજાણતા જ જીવનની પ્રેરણા આપે છે. આ સ્વપ્નો જેવા જીવનમાં ફરી વાસ્તવિકતા અને ફરી કરૂણાંતિકા.‌ આ જ તો જીવન છે ઉતાર ચઢાવ, તડકા છાંયા..

ચોથી વાર્તા આપણને કોઈ ફિલ્મની સ્ક્રીન-પ્લે જેવો અનુભવ આપે છે. સાચું કહું તો આપણને ખબર છે કે આગળ આવું થશે પણ ક્યારેક એમ થાય કે આ વાર્તામાં પણ કોઈ twist આવશે અને ફરી આકાશ માં થી જમીન પર પછડાઈ જશું. સદ્ભાગ્યે આ વાર્તામાં એટલી બધી કરુણા ન દર્શાવતા લેખકે સ્વપ્નો સાકાર કરવા માટે ની ધગસ, દરેક ની અંદર એક તત્ત્વ રહેલું છે જે એને પૂર્ણ કરે છે એની ઓળખ અને શ્રેષ્ઠ તો બે વાર પાગલ થયેલ રૂમી ને અંતે જ્ઞાન પ્રાપ્તિ થાય છે કે એની કલ્પનામાં દેખાતો એનો પરિવાર ખરેખર કલ્પના જ છે અને એ લોકોને હ્રદયમાં જ રાખી પોતાનું જીવન આગળ વધારવું ઉત્તમ છે.

લેખકનું અન્ય પુસ્તક “નોર્થ-પોલ” પહેલાં વાંચેલું હતું એમાં પણ બે પાત્રો ની અંદર આગ અને એ આગ ને ઠારવા માટે લીધેલા નિર્ણયો જે કદાચ અશકય કે અવાસ્તવિક લાગે પણ મને તો આવા પાત્રો માં થી પ્રેરણા અને આશા જ મળે છે કે – “હા આ પણ શક્ય છે”.

હવે “ધ રામભાઈ” પુસ્તક હાથમાં આવે એની રાહ જોઉં છું અને લેખક ને એમની લખવાની શૈલી છે અન્ય પુસ્તકો કરતા અલગ તરી આવે છે એનાં માટે ખૂબ ધન્યવાદ પાઠવું છું..
1 review
August 1, 2024
હમણાં જ વિશ્વમાનવ નવલકથા વાંચવાનું સમાપ્ત થયું.એક અદ્ભૂત,રોચક અને માનવજાત પર અસંખ્ય પ્રશ્નો જન્માવી દેતી નવલકથા !
જગતની વાસ્તવિકતાઓ અને સત્યનું ખૂબ જ અસરકારક વર્ણન, પ્રેમની પરિભાષા, ગરીબ-અનાથ રખડતા બાળકની કરુણતા, શહેરોની સ્થિતિ - સવાર બપોર સાંજ રાત્રિનું પરિદ્રશ્ય, ઝુંપડપટ્ટીનું અલગ જીવન - આનંદ - વેદના, એક સુંદર છોકરીની મજબૂર બની ગયેલી જિંદગી, માનવજાતનો એવો ક્રૂર ચહેરો જેની માત્ર કલ્પના જ કરી શકાય છે જે કોઈને જીવતા સળગાવી શકે છે - ૨૧ માળ પરથી નીચે ફેંકી શકે છે અને ૧૦ વર્ષના બાળક પર અત્યાચાર કરી શકે છે.
તેમ છતાં જગતની અદ્રશ્ય શક્તિ તેને વિશ્વમાં મહાન બનાવી શકે છે, વિશ્વમાં સંદેશો આપી શકે છે અને એ જ ક્રૂર - કરુણામય જગત માટે કોમ્યુનિટી સેન્ટર બનાવીને વિશ્વમાનવ તરીકે જીવવાની પ્રેરણા આપી જાય છે.

ગુજરાતી ભાષામાં આ મુજબની નવલકથા લખવી અને આટલું સરસ લેખન કરવું એ ખૂબ જ સરાહનીય છે.યુવા લેખકોને તે એક પ્રેરણા પૂરી પાડશે.ગુજરાતી સાહિત્યના વિકાસમાં આધુનિકતા પ્રદાન કરવા બદલ આપશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
1 review
October 17, 2020
Ram and Muskan no love joie ne ek song yad avyu: "PYARE PANCHHI BAGO ME, GATI KOYAL RAGO ME, DHARTI PE YAHI TO KHUSHI HAI, APNI DUNIYA ME AANSHU HI NAHI HAI" and kahani me twist; Rumi ni tyar pachi ne dardnak dincharya vanchi hraday radi uthyu, tyare biju ek geet yad avyu: "GAGANVASI, DHARA UPAR, BE GHADI, SHWASO BHAI TO JO, JEEVAN DATA, JEEVAN KEVU, ANHBHAV, TU KARI TO JO". rumi ni life na 2 turning point pan khub romanchak rahya. godhara nu khovayelu balak, Indain Nation Football Team sudhi pahochi gayu. avi adbhut navalkatha me kyarey vanchi nathi.
2 reviews
September 16, 2018
Damn!!
What a Novel.
A transformative novel. A book based on four true stories.
I did read Jitesh Donga's Northpole first, then I started reading this Novel.

Believe me, No spoilers here, this is something. It is a journey of a mental child.

Narrative, characterisation and story are absolutely fantastic. It would take you to the another world. Will show you truth and then it will send back to earth. 5/5
4 reviews
January 30, 2023
સર.. મે તમારી વિશ્વમાનવ બુક વાંચી. રડી જવાયું. અદ્દભુત, અક્લપનીય.
ફક્ત સેક્સ એજ પ્રેમ નથી, પ્રેમ એટલે મુસ્કાન અને રામ, પ્રેમ એટલે રૂમી અને સ્વરા. જો દરેક વ્યક્તિ આ બુક વાંચે તો તો કોઈ દિવસ આ દુનિયામાં હિંસા થાય જ નહીં. દુનિયા જોવાનો નજારો બદલાઈ જાય.
આભાર ....
Profile Image for Ameet Panchal.
2 reviews
June 26, 2020
આ નવલકથા અદભૂત છે. આ વાંચીને મને બે રાતસુધી ઊંઘ આવી ન હતી. અદભૂત માસ્ટરપીસ.....
3 reviews
January 30, 2022
Really struggling story.

I love this book.
I also like the ram bai.
I have impressed from ram bai and his life styles.
32 reviews1 follower
August 22, 2024
It is the most thought provoking emotional novel which I read till date!
Go ahead and read it now !!!
just keep tissues with you!!
3 reviews
October 5, 2024
આ પુસ્તક વાંચતી વખતે હુ ધણી વાર રડતા રડતા બચી ગયો અને અંતે રડી પડ્યો. ખુબ અદ્ભુત રાચના છે. દરેક ઉમર ના વ્યક્તિએ વાંચવા લાયક પુસ્તક.
Displaying 1 - 16 of 16 reviews