"મારો સમય હવે પૂરો થયો, મેં મારું જીવન ઘણા પડકારો અને પરિવર્તનો સાથે વિતાવ્યું છે. મેં નીડરતાપૂર્વક લડાઈઓ લડી છે. મારાં બચ્ચાંઓનું પાલનપોષણ કર્યું છે. મારા શાસિત વિસ્તારનું રક્ષણ કર્યું છે, મારા સમૂહનું રક્ષણ કર્યું છે અને `સિંહ'નું ગૌરવ જાળવી રાખ્યું છે. કાલે હું મારા સમૂહનું રક્ષણ કરવા નહીં હોઉં. મારાં બાળકોની જિંદગી હવે તમારા હાથમાં છે." સિંહોની કુટુંબકથાનું આ એવું ચિત્ર છે, જેમાં તમને માનવજીવનમાં જીવાતી વેદના-સંવેદનાનું પ્રતિબિંબ જોવા મળશે. આ પુસ્તકમાં રજૂ થયેલા સિંહોના સ્કેચિઝથી તમે ચોક્કસ અનુભવશો કે સિંહોના સહવાસમાં તમે હરીફરી રહ્યા છો! લેખકોના વરસોના ઝીણવટભર્યા અવલોકનો અને નક્કર અનુભવોનો બોલતો પુરાવો એટલે ગિરનો સિંહ - જે સમગ્ર એશિયાઈ સિંહની સંવેદનાત્મક કુટુંબકથા કહેતું, અને આજ સુધી ક્યારેય લખાયું ન હોય તેવું, એકમાત્ર અધિકૃત પુસ્તક છે.
અદ્ભૂત અને અનન્ય પુસ્તક. અત્યાર સુધી મે ઘાના પુસ્તકો વાંચ્યા ચે પણ કોઇ એક પ્રાણી પાર એટલું સુંદર લખાયેલું પુસ્તક અત્યાર સુધી જોયું નાથી. હુ પં જુનાગઢ નો જ છું પણ સિંહ માટે કાઈ જાણતો ન હતો. આ પુસ્તક વાંચ્યા પાછી એવું લગે ચે કે અપને જે કુદરતી વારસો મળ્યો ચે તેં કેટલો સુંદર અને અદ્ભૂત ચે. સિંહ વિસે બહુ સુંદર માહીતી આપવા મઆ આવી ચે. મોટા ભાગ ની માહિતિ થિ હુ અજાણ હતો. હુ લેખક નો ખૂબ ખૂબ અભાર મનુ ચુ કે આવુ સુંદર પુસ્તક લખ્યું ચે.