દુનિયા તેમને માત્ર વોરેન બફેટના નામથી જ નહી, પણ શેરબજારના જાદુગર, બર્કશાયરના કિંગ, વોલ સ્ટ્રીટના સફળતમ ખેલાડી અને 'ઓરકેલ ઓફ ઓમાહા' તરીકે પણ જાણે છે. આનંદથી છલકાતો ચહેરો અને સામાન્ય કદકાથી ધરાવનારી આ વ્યક્તિને જોઇને તમે કદીએ કલ્પી ન શકો કે તેઓ વિશ્વના ત્રીજા અને અમેરિકાના બીજા સૌથી સંપત્તિવાન વ્યક્તિ છે. એપ્રિલ 2007 માં 'ફોર્બ્સ' મેગેઝિન દ્વારા પ્રકાશિત થયેલી વિશ્વના અરબપતિઓ યાદીમાં વોરેન બફેટે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને મેક્સિકોના કાર્લોસ સ્લિમ હેલ પછી ત્રીજું સ્થાન મેળવ્યું હતું. દુનિયાભરના જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે કાર્યરત બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને ત્રીસ અરબ ડોલર એટલે કે તેઓની કુલ સંપત્તિના અંદાજે 83 ટકા સંપત્તિનું દાન કરીને નવો ઇતિહાસ રચ્યો છે.
I love the life that Warren Buffett led. It is extremely interesting. You can truly see and understand that this guy is a genius! I however, wasn’t a big fan of the narration from the author. Maybe because it’s in Gujarati? I’m not sure. Regardless, I shall read more books on Warren if they do exist.