આ 'કૃષ્ણ અને માનવસબંધો' પુસ્તક માં મહાભારત ના કૃષ્ણ વિરલ વિભૂતિ છે. એમનો ઉઘાડ થાય છે ત્યારે તો એ અસંખ્ય મનુષ્યોમાંના એક જેવા લાગે છે. પણ ધીરે ધીરે એમનું ઐશ્વર્ય પ્રગટતું જાય છે.મહાભારત કૃષ્ણ સાથે સંકળાલાં રસના સ્થાનીની અહી યાદી નથી આપી. કૃષ્ણ વિવિધ મનુષ્યો સાથે, પાર્થ સાથે વિવિધ સબંધોમાં કોઈ રીતે ઉપસે છે એ તપાસવાનો પ્રતન કર્યો છે કૃષ્ણ અને મહાભારતમાની કૃષ્ણ કથા તો વિરાટ સ્વરૂપ છે : તેમ છતાં પણ મેં દિવ્યચક્ષુ વિનાના મેં એ સ્વરૂપને મારી તમામ મર્યાદાઓથી ગ્રહણ કરવા આ પુસ્તક માં પ્રયત્ન કર્યો છે. એટલે અહી જ્યાં કી દૈવત દેખાય એ કૃષ્ણનું છે.