1960 થી 1975ની આસપાસનાં વ્યક્તિગત, કૌટુંબિક, સામાજીક અને રાજકીય પ્રવાહો આ નવલકથામાં સરસ રીતે લેખકે આલેખ્યાં છે. લવજી - શાંતિ - જૈમિનીનાં પ્રેમ,લાગણી, ખેંચાણ અને લવજીનું મનોમંથન તથા શાંતિની સંબંધો સમજવાની પુખ્ત દ્રષ્ટિ નવલકથાનું મુખ્ય આકર્ષણ. અને આ જ સમયગાળામાં ભ્રષ્ટાચાર, અનિતી, હરામનુંઅણહકનું ખાઈ જવાની વૃત્તિ એક સરેરાશ ભારતીયમાં કેટલી સહજ રીતે વણાઈ જાય છે એનું રસપ્રદ આલેખન.