K.M. Munshi is one of Gujarat's most well-known literary writers. His historical novels have contributed profoundly to the sense of past that Gujarat lives with. A multi-faceted personality, he was a prominent lawyer, freedom fighter and politician. He was also the founder of the Bharatiya Vidya Bhavan.
કનૈયાલાલ મુનશીજીની લખવાની ઢબ અનુસાર સાથે ચાલતી બે વાર્તાઓ, જેના પાત્રો અંતિમ ભાગમાં ક્યાંક જોડાયેલા નીકળે અને વિચારશીલ અંત આપી જાણે.
'વેરની વસૂલાત'માં મુખ્ય બે વાર્તાઓ છે. પ્રથમ વાર્તા દેવી અને જગતની પ્રેમકથાની છે જ્યાં આડે નાતના બંધનો, પરિવારના તાણાંવાણા છે. બીજી વાર્તા સ્વામી અનંતનંદની છે જેનું વ્યકિતત્વ શંકાશીલ રીતે આકર્ષક છે અને જે દુનિયામાં પરિવર્તન અને માનવીનો ઉધ્ધાર ઈચ્છે છે. બસ આ બે વાર્તાઓ, તેનાથી સર્જાતા પાત્રો, ઘટનાઓ છે "વેરની વસૂલાત."
નવલકથાનું નામ વાંચીને રોમાંચ અને ઍક્શન ઈચ્છતા વાંચકો માટે આ નવલકથા નથી. શીર્ષકથી વિપરીત વાર્તા ધીમી ગતિએ આગળ વધે છે. પરંતુ ઘણાખરા પ્રસંગોમાં લાગણીઓ છલકાવનારું આલેખન મુનશીજીએ કર્યું છે તો ઘણી જગ્યાએ ઓછા શબ્દોમાં મહત્વની સલાહ આપી ગયા છે. અને અંતમાં, "વેરની વસૂલાત" શિર્ષક અનોખી અને સાચી રીતે સાર્થક કરી જાણ્યા છે.
P.S- ગુજરાતી પ્રેમી, મુનશીજીના ચાહકમિત્રો તથા સામાન્ય વાર્તાને જીવી જાણતા વાંચકો માટે છે આ નવલકથા "વેરની વસૂલાત."🤍