શ્રી મોહનલાલ અગ્રવાલનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું મેરઠ ગામ, એમનું જન્મસ્થળ અને કાર્યક્ષેત્ર સુરેન્દ્રનગર. શ્રી અગ્રવાલ વિજ્ઞાનના સ્નાતક છે, સંગીત, લેખન, પ્રાચીન સંસ્કૃતિનાં સંશોધનો, હથિયારો તેમજ ઈતિહાસ અને આયુર્વેદ એમનો પ્રિય અને રસનો વિષય છે. એમણે ‘અઘોર નગારાં વાગે’ પુસ્તકમાં ભારતની સાધુશાહી સંસ્કૃતિનો તલસ્પર્શી ઉલ્લેખ કર્યો છે. હાલ તેઓ આયુર્વેદના તેમજ પ્રાચીન રસકલા, ધાતુવિદ્યાનાં સંશોધનો કરી રહ્યા છે અને એનો સંગ્રહ કરી જનહિતાર્થે પ્રગટ કરી રહ્યા છે.
આવો જોરદાર વિષય અને એની પર આટલી રીસર્ચ! ખરેખર દાદ માંગી લે તેવું પુસ્તક બન્યું છે. અત્યાર સુધી ફક્ત નામ સાંભળ્યું હતું, પણ ખ્યાલ ન હતો કે સાધુ સંપ્રદાય સાથે આટલો બધો સમય ગાળી ને, આટલી ઝીણવટથી નોંધ લઈ, એક અનુઠો દસ્તાવેજ તૈયાર કર્યો છે મોહનલાલ અગ્રવાલ એ. તાત્વિક જ્ઞાન પણ જ્યારે ઘણી જગ્યાએ આપેલ છે, ત્યારે સચોટ રીતે તમારા મનમાં ઘર કરી લે છે. હા, થોડા ઘણાં પ્રસંગો એવા છે કે તમને શંકા કરવા પ્રેરે છે, પણ જો એમ બધી વાતોના પ્રમાણ લેવા બેસો, તો કદી અંત છે જિજ્ઞાસાનો ?
સાધુ સમાજ જેમાં સામાન્ય સાધુ થી માંડીને અઘોરી સાધુ વર્ગની ઘણી એવી વાતો જે જાણવાની ઉત્કંઠા ઘણા વર્ષોથી હતી, જે ઘણેખરે અંશે તૃપ્ત થઈ. આ પુસ્તક વાંચવાથી સાધુ સમાજની અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ, આચરણ, રહેણીકરણી, રિવાજો વિશેની નવી માહિતી પ્રાપ્ત થઈ. આ પુસ્તક વાંચ્યા પછી સાધુ સમાજ પ્રત્યે ખૂબ જ માનની લાગણી થઈ આવી કે ફક્ત પરોપકાર માટે સાચા સાધુઓ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કેટ કેટલા પ્રકારના દુઃખોમાંથી પસાર થાય છે. સંસારી લોકોએ આ પુસ્તક અચૂક વાંચવું કે જેથી આપણી સાંસારીક ઈચ્છાઓ આ બધાની સામે કેટલી વામણી છે એ સમજાશે..
I had no idea about this world, one random reading of frind lead me to share that with others and another friend suggested me... it turned scary sometimes but the Curiosity lead me to the end of part one. Another friend returned me without completing it... wanna know about the mystery of Nagaz n Aghoriz... do read it.