આ પુસ્તક માં ગણ્યા ગણાય નહિ અને વીણ્યા વિણાય નહિ એટલા સાચુકલા વાચકોએ વાચકોએ પ્રશ્નો પૂછ્યા છે અને તારક મહેતાએ તેના બિન્દાસ ઉત્તરો આપ્યા છે તે ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના છે. લોકપ્રિયતાનું શિખર કોને કહેવાય અને તે કેવી રીતે સર કરી શકાય તે તો તારક મહેતા પાસે જ શીખવું રહ્યું
તેઓના ઉત્તરો મૌલિક અને ગળપણ વગર ગળે ઉતારી જાય તેવા છે. એક નમુનો જુઓ-
* ભારત અને પાકિસ્તાન ફરી એક થઇ જાય તો ?
ઉત્તર : તો અમેરિકા અને ઈરાક પણ એક થઇ જાય, ઇઝરાયલ અને પેલેસ્ટાઈન એક થઇ જાય ઉમા ભારતી અને સોનિયા દાંડિયા-રાસ લેવા માંડે. અડવાણી અને સુદર્શન ગીલ્લી દંડ રમવા માંડે, જયલલિતા અને કરુણાનીધી એક સ્ટેજ ઉપરથી રોમેન્ટિક ડ્યુએટ ગાય અને આખી દુનિયા બદલાઈ જાય. આ અને આવા અનેક સવાલ-જવાબો વાંચીને તમારા દિલ ખુશખુશાલ તો થઇ જશે પણ કેટલાંક ડહાપણના મોતી પણ તમને મળશે.