જગતની અનેક ભાષાઓમાં શ્રીકૃષ્ણની જીવનકથા, લીલા, ચરિત્ર અને પરાક્રમગાથા રજૂ કરનાર સંખ્યાબંધ ગ્રંથો અનેક સદીઓથી લખાતા રહ્યા છે અને હજુ પણ લખાતા રહેશે. છેલ્લાં પચાસેક વરસમાં ગુજરાતના અનેક સમર્થ અને ખ્યાતનામ સાહિત્યકારોએ આધુનિક સંદર્ભમાં કૃષ્ણજીવનનું નિરૂપણ કરનાર ચરિત્રગ્રંથો લખવા માંડ્યા છે. કમનસીબે આ ચરિત્રગ્રંથોમાં કૃષ્ણજીવન અંગેની પ્રાચીન પરંપરાઓની રજૂઆત કે અર્થઘટન કરવાને બદલે આ શબ્દસ્વામીઓએ પોતપોતાની કલ્પનાના ગુબ્બારા ઉડાવ્યા છે. પ્રાચીન પરંપરામાં ન હોય તેવાં કાલ્પનિક પ્રસંગો, પાત્રો અને સંવાદોનું ઉમેરણ કર્યું છે. આવા એક ચરિત્રલેખક કાલીયદમનનો પ્રસંગ સમજાવવા માટે કૃષ્ણને મદારી બનાવી દીધા છે.આવાં ઉમેરણોનું સાહિત્યિક મૂલ્ય તો જે હોય તે ખરું, પણ આવા નિરૂપણ