જૂલે વર્ને ૧૮૬૭માં લખેલી આ કથા તેના સર્વશ્રેષ્ઠ સજેનોમાંની એક છે. અઢારમી અને ઓગણીસમી સદીની અલ્પવિકસિત દુનિયામાં રહેતા મહાન સર્જકે આજે ૨૧મી સદીમાં પણ વાંચતાં આશ્ચર્ય અને રોમાંચ જગાડતી આ કૃતિનું સર્જન કર્યું હતું.બેંક ઓફ ઇંગ્લેન્ડમાં થયેલી એક લૂંટના સંદર્ભમાં ૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી બતાવવાનો એક પડકાર કથાનાયક ફિલિયાસ ફોગ સામે આવે છે. શાંત, સ્વસ્થ અને ગંભીર સ્વભાવ હોવાં છતાં તેણે એ પડકાર ઝીલી લીધો. અને ચાલુ થઈ - લંડનથી લંડન વાયા યુરોપ, ઇન્ડિયા ચીન, જાપાન અને અમેરિકાની જીવસટોસટનાં સાહસોથી ભરેલી યાત્રા. કથાનો સૌથી રોમાંચક ભાગ લેખકને પ્રિય એવા ઇન્ડિયા સંબંધી છે. મલબાર હિલના મંદિરનો દિલધડક પ્રસંગ, હાથી ઉપરની અનોખી સવારી, બુંદેલખંડની રાજરાણીની વીતકકથા, કલકત્ત&
Classic. Thank you for translating this book in gujarati
Jule verne Nothing to say. Just enjoyed the book and traveled with story . I felt like i have traveled world in 80 days. Must reading book for adventure and thrill