જૂઈનું ફૂલ તમે જોયું છે ? ન જોયું હોય તો એક વાર એને ધારી ધારીને જોજો. સુગંધ પણ ક્યારેક આક્રમક હોઈ શકે, પરંતુ જૂઈની સુગંધ તો આદિવાસી કન્યાના ભોળા સ્મિત જેવી -- મીઠી મીઠી અને સાવ અનાક્રમક ! જૂઈની એક કળી. વિધાઈ ગઈ અને વેણીમાં પરોવાઈ ગઈ પરંતુ માંડ થોડા કલાકો વીત્યા ત્યાં તો એ ખીલી ઊઠી તે એવી કે એની મહેક.....