This is the fourth book in the Sakkarbar series, depicting the adventures of Amulakh Desai. A Gujarati brahmin from Valsad (Gujarat) named Amulakh Desai had taken up a mission to abolish slavery. To accomplish his life goal, he had left home and had become a pirate. He would attack ships transporting slaves from one country to another, release them and rehabilitate them. His attacks were so swift that Arabs compared it to a falcon’s attacks. They called him shakra-al-bahar, which later became popular as Sakkarbar.
સક્કરબારના ચાર ભાગ એક સાથે વાંચવાથી સાગરકથાઓનો ઓવરડોઝ થઇ ગયો. તેમાંય આ છેલ્લા ભાગના 27 માંથી પહેલા 9 પ્રકરણ તો લેખકે એક સ્વપ્ન-કથામાં વેડફ્યા છે. એકાદ પ્રકરણમાં કહી શકાય તેવી વાતને 9 પ્રકરણ સુધી લંબાવવાની કોઈ જ જરૂર નહોતી. બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં લેખકે પોતે લખ્યું છે કે આ સ્વપ્નવાળા પ્રકરણોએ પહેલી આવૃત્તિના વાચકોને મૂંઝવણમાં મુક્યાં હતાં. એ પછી પણ કથામાં બિનજરૂરી લંબાણ અને પુન: પુન: આવતા એ જ જુના વર્ણનો અને વાતોએ ઘણી રસક્ષતિ કરી. વળી, અત્યાર સુધી ચાલી આવેલી સત્ય ઘટનાઓના અંતમાં ફક્ત સક્કરબારને હીરો બનાવવા ખાતર અંત બદલી નાખ્યો તે ય ના ગમ્યું. એના કરતા એક સારા મોડ પર કથા પુરી કરીને ઉપસંહારમાં હકીકતો કહી શકાઈ હોત. એકંદરે ત્રણ જ ભાગમાં આ સિરીઝ પુરી કરી શકાઈ હોત.