'મોં બ્લાં' આ પુસ્ર્તકમાં ઉત્તુંગ શિખર મોં બ્લાંને સર કરવા નીકળેલા સાહસિકોની કથા છે. સાગરના પેટાળમાં, તો ક્યારેક ધરતીના મધ્ય બિન્દુની શોધમાં, એટલું જ નહીં પૃથ્વીની બહાર અવકાશમાં ધૂમકેતુઓ પર સફર તો ક્યારેક ચંદ્ધની સફરે.જૂલે વર્નની મધ્યમ અને મહાનવલોનું વાર્તા વૈવિધ્ય વાચકોને તેના લેખનના 150વર્ષો બાદ પણ કલ્પનાની એક અનેરી દુનિયામાં લઈ જાય છે. જૂલે વર્ને 100થી વધુ રોમાંચક નવલકથાઓ લખી હશે,પણ લધુકથાઓ માંડ પચ્ચીસેક જેટલી લખી હશે. જૂલે વર્ને લખેલી એકદમ જુદા વિષયવૈવિધ્ય ધરાવતી ત્રણ વાર્તાઓ' માસ્ટર ઝચારીઅસ', 'બાઉન્ટીનો બળવો' અને 'મોં બ્લાં' એકસાથે વાચકો સમક્ષ આ પુસ્ર્તકમાં રજૂ થઈ રહી છે. સમુદ્રમાં જીવન -મરણ વચ્ચે ઝોલા ખાતા તેના નાવીકોથી તદ્દન વિપરીત,પળે-પળે મોતને હાથતાળી આપી યુરોપની આલ્પ્સની ગિરિમાળાના સૌથી ઉત્તુંગ શિખર મોં બ્લાંને સર કરવા નીકળેલા સાહસિક.......