દરેક વ્યક્તિએ જરૂર વાંચવા લાયક મેડિકલ થ્રિલર.. એક ચોખવટ.. મેડિકલ થ્રિલર શબ્દ વાંચીને ગભરાઈ ના જતાં. જેને મેડિકલ સાથે સ્નાન સુતકનો પણ સંબંધ નથી એ લોકોને પણ આ નવલકથા જરુર વાંચવી જોઈએ. દુનિયામાં ફાર્મા કંપનીઓ ફક્ત પૈસા માટે કેવી રીતે મારી-તમારી જીંદગી સાથે મોતનો ખેલ ખેલે છે એ એક ડોક્ટરની કલમે વાંચીને તમને આંચકો લાગશે. અંત્યત રસપ્રદ અને વાચકને જકડી રાખનારી નવલકથા. નોંધ : પુસ્તક ૨ ભાગમાં છે.