કવિ નર્મદની ખ્યાતિ સાંભળી હતી પણ એમના જીવન વિષે ઝાઝી સમજ નહોતી જે આ નવલ દ્વારા પડી. એમનો તડફડ સ્વભાવ અને રંગીન પ્રકૃતિને લેખકે આબાદ આલેખી છે. સાથે એ પણ ખ્યાલ આવ્યો કે સુધારાની વાતો કરવી એ એક વાત છે અને સુધારો લાવવો એ બીજી. સુધારાના વિચારો નર્મદને આવ્યા પણ એ કોઈ જ અમલમાં નહોતું મૂકતું, એ જાણી આક્રોશ અને અસંતોષ જન્મ્યા, જે જલદ કવિતાઓ રૂપે બહાર આવ્યા. વિધવા પુનર્વિવાહ વિષે જોરશોરથી ભાષણો કરનારા અને લેખો લખનારા નર્મદમાં પણ વિધવા સાથે લગ્ન કરવાની હિંમત નહોતી. પહેલા બંને લગ્ન એમણે કુંવારી બાલિકાઓ સાથે જ કર્યા. વિધવા સવિતાને આશરો દેવાને બહાને એમણે એને રખાત બનાવી. નર્મદા સાથે પણ એજ કરવા ધાર્યું હતું પણ એના, લગ્ન તો જ સંબંધ, એવા મક્કમ આગ્રહ સામે ઝૂકીને લગ્ન કરવા પડ્યા એની સાથે. આચાર વગરના વિચારો ઝાઝો પ્રભાવ પડી નથી શકતા એ સ્પષ્ટ દેખાયું અહીં. બસો વર્ષ પહેલાંના લોકોની માનસિકતા વિષે વાંચવામાં પણ મજા પડી.