સામે પક્ષે રહેલું એક મિલિગ્રામ જેટલું સત્યપણ ન સ્વીકારે તે મનુષ્ય ‘ઇડિયટ’ કહેવાય.આખરે હિંદુ-મુસ્લિમ સમસ્યા એટલે શું?એ જ કે તમારી જડતા કરતાં અમારી જડતાઅધિક પવિત્ર છે.છેલ્લાં સાઠ વર્ષથી સેક્યુલર ગણાતા લોકોએવું માનતા-મનાવતા રહ્યા છે કેહિંદુ જડતા નિંદનીય ખરી, પરંતુમુસ્લિમ જડતા નિંદાથી પર છે.જડતા એટલે જડતા એટલે જડતા!જડતાની નિંદા કરવામાં પક્ષપાત ન હોય.આ પુસ્તક કઠોર તટસ્થતા અનેકડવી તર્કસ્થતા લઈને આવ્યું છે.