ગોપાલ પટેલ નામનો એક કોલેજીયન. ઈલેક્ટ્રીકલ એન્જીનીયર ! ગરીબ કાઠીયાવાડી ખેડૂતનો એકનો એક દીકરો. મધ્યમ વર્ગનો ભોળો છોકરો. જેને એન્જીનીયર નથી બનવું. પણ શું બનવું એ પણ ખબર નથી. ભણવું ગમતું નથી, નોકરી ગમતી નથી, જીંદગી ગમતી નથી. ...અને ગોપાલ દુનિયાથી કંટાળીને જો નાગોબાવો બનવા જતો રહે તો?
પોતાની આત્મખોજ માટે નીકળેલા એક યુવાનની જીવનગાથા એટલે...’નોર્થપોલ’.
આ નાનકડી વાર્તા આપણને શીખવે છે કે દુનિયાને કેવા સવાલો પૂછવા. પોતાનું ગમતું કામ ક્યારે ખબર પડે, અને કઈ રીતે ખબર પડે. કદાચ પોતાનું ગમતું કામ ખબર ન હોય તો પણ જીંદગી કેમ જીવવી? કેવો મિજાજ અને રોમાંચ હોવો જોઈએ આ નાનકડી જીંદગીને જીવવામાં? ગોપાલ પટેલની આ અદ્ભુત સફર વાંચવી જ રહી. This Novel is the second Novel of author Jitesh Donga. First novel Vishwamanav is bestseller Gujarati Language Novel.
ધ રામબાઈ નવલકથામાંથી લીધેલ પરિચય: __________ પ્રકાશકે ખુબ કહ્યું કે મારા વિશે હું વિસ્તારથી પરિચય લખી આપું. આ આત્મવૃત લખવામાં અહીં આવતાં ‘હું, મારું, મારા’ જેવાં સ્વ-કેન્દ્રી શબ્દોના અતિરેક બદલ માફી ચાહું છું:
હું વિશ્વમાનવ, નોર્થપોલ, અને ધ રામબાઈ નવલકથાઓનો વાર્તાકાર છું.
મારો જન્મ ગુજરાતના અમરેલી જીલ્લાના સરંભડા નામના ગામે વર્ષ 1991માં ખેડૂત પરિવારમાં થયો. હું B.tech Electrical ભણ્યો. એન્જીનીયરીંગ છોડીને અંતે વાર્તા-સર્જક થયો. હાલ બેંગ્લોર રહું છું. વિશ્વમાનવ (2014), નોર્થપોલ (2018), ધ રામબાઈ (2020) નવલકથાઓ બાદ હાલ નવી નવલકથા લખી રહ્યો છું.
મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ભાવે! સવારનો કૂમળો તડકો, સાંજનો ઢળતો સૂરજ, અને રાત્રીનું અગોચર આકાશ ખુબ પ્રિય. વરસાદ તો એટલો પ્રિય કે નવલકથાઓમાં એ પાત્ર હોય છે. નદી-કિનારે, દરિયે, ખેતરે, કે જંગલોમાં જાત્રાઓથી ‘કેમ જીવવું’ એની જાગૃતિ આવતી હોય એવું લાગે. ગીર, હિમાલય, નર્મદા સાથે કશોક અનોખો ઋણાનુબંધ છે. એમની યાત્રાઓએ મારગ દેખાડ્યા છે.
હું સાવ માવડિયો. ફેમેલીમેન. ખુબ બધાં મિત્રો. મોટાભાગના વાંચકો જ હવે તો જીગરી મિત્રો છે! ગુજરાતી ભજનોનો અને Instrumental મ્યુઝીકનો પણ ભારે શોખ. જગતભરની અલગ-અલગ ભાષાઓની ફિલ્મો સાથે પણ ‘વાર્તા’ ને લીધે આધ્યાત્મિક જોડાણ!
સ્પેસસાયન્સ અને એસ્ટ્રોફીઝીક્સનો ખુબ મોટો ચાહક. મને સાયન્સ ફિક્શન, ફ્યુચર ફિક્શન, અને ફેન્ટસી ફિક્શન વિષયો ખુબ જ વ્હાલાં. આ સાયન્સ અને આધ્યાત્મના પ્રેમને લીધે ક્યારેક એવું થાય કે જો હું લેખક અને એન્જીનીયર ન હોત તો કદાચ એસ્ટ્રોનોમર અથવા ખેડૂત હોત.
મને ફિક્શનની દુનિયામાં, ખાસ કરીને નવલકથાઓની કાલ્પનિક દુનિયાઓમાં કલાકો સુધી ખોવાઈ જવું ખુબ વહાલું છે. એક સાથે ત્રણ-ચાર નવલકથાઓ વાંચ્યા કરું જેથી એક દુનિયામાંથી બીજી દુનિયામાં ટ્રાન્સપોર્ટ થયા કરું. મારા ઘરે ઠેક-ઠેકાણે પાનાંઓ વાળેલી નવલકથાઓ પડી હોય જેથી હું ઘરમાં ગમે ત્યાં હોઉં એ પુસ્તકને લઈને એનાં પાનાંઓની સુગંધ લઇ શકું અને ધીમેથી એ દુનિયામાં જતો રહું. ક્યારેક ફ્રીજમાં, રસોડામાં, કે ટોઇલેટમાં પણ નવલકથા મળી શકે! પરંતુ આ બધાંથી ઉપર – I love doing nothing! કશું પણ કર્યા વિના કલાકો પડ્યા રહેવું એ પ્રિય અવસ્થા છે.
મેં મારા ઘરે એક ‘Lives Wall’ બનાવી છે જેમાં મારા પરિવારને જીવતાં શીખવતાં અને ચૈતન્ય આપનારાં મહાન માણસોના ફોટોઝ છે. એમાં કાર્લ સેગન, ઓશો, કૃષ્ણમૂર્તિ, ટાગોર, ગોરખ, ગંગાસતી, મારી બા, બાપુજી, કબીર, મેઘાણી, નીલ ગેઈમેન, મુરાકામી, તેજસ દવે, બ્રહ્મવેદાંતજી, નોલન, કવિ દુલા કાગ, નારાયણ સ્વામી, સુરેશ જોશી, મહર્ષિ અરવિંદ, ડેવિડ એટનબરો, રસ્કિન બોન્ડ, નુસરત સાહેબ, અને ભગવાન બુદ્ધ…આ બધાં જ છે.
આ બધું જ અહીં જે લખ્યું એ આજે લખતાં સમયની સ્થિતિ છે, એ કાલે ન પણ હોય કારણ કે આ અસ્તિત્વ નદીની જેમ કેટલાંયે રૂપોમાં વહે છે. આનંદની જાત્રાએ નીકળેલ અચરજપૂર્ણ માનવી તરીકે બસ ઊંડું-મજાનું-મીઠું-ગમતું જીવતાં-જીવતાં હું અન્ય માનવીઓ માટે પણ ઘસાઈને ઊજળા થયા કરું એવું જીવી જાણું તો આ જન્મારો સાર્થક…
ગુજરાતી યુવાનોને જીંદગીને મન મુકીને જીવતા શીખવાડે અને જીવનમાં પસંદગી આપણી હોઈ પણ પરિણામ ? કુદરત, ઈશ્વર , ખબર નઇ. પણ સંપૂર્ણ જીવનમાં રંગાઈને ક્ષણે ક્ષણે જીવવું અને પોતાની આંતરિક ખોજ કરવી એ તમામનું અદભુત વર્ણન અને ખાસ કરીને પાત્રોને પોતે જ જીવેલા છે એ ભાવ આપેલો છે જે વાંચકોને આંખ સામે પોતે જ આ પાત્ર છે એવી અનુભૂતિ આપે છે.. અદભુત ...સરસ..ગુજરાતી ભાષામાં આવી નવલકથાઓની જરૂરિયાત છે.
No novel is gujarati literature is comparable with this one. 1) young voice 2) Fearless narration 3) Great narrative 4) Imagination and philosophy are beyond any other book 5) realistic 6) Page turner 7) Engaging 8) Brutally Honest
तुम मुझे मार नहीं पाओगे ... मेरी किताबें छपी हैं ... #mbaria(@mithilesh)
ઉપર લખેલી પંક્તિઓ આપ ને સમર્પિત છે, નોર્થ પોલ આલરેડી સફળતાનાં નવા એકમો સ્થાપી જ રહી છે. બુક ના ઘણા રીવ્યુ અત્યાર સુધી તમને મળી જ ગયા હશે.. મેં પણ 20 દિવસની અંદર ભારી વ્યસ્તતા હોવા છતાં બુક પુરી કરી જ નાખી. કરેક્ટર-પાત્રો બધા ઉત્તમ છે. કથા પણ ઠીક ઠાક છે. શરૂઆત ના 100-120 એક પેજ બિરિંગ છે.શરૂઆત નો સીન તો એકદમ ચવાઈ ગયેલો ને એકદમ ઘસાય ગયેલો બોરિંગ છે.. એમાં ફિલ્મોની અશર લેખક પર વધારે થઇ ગઇ હોય એવું લાગે. બુક માં જ્યારે મીરા આવે છે ત્યારથી એ જાય છે ત્યાં સુધી એકદમ નવલકથા રસપ્રદ લાગે છે. મારી ખુદની ભત્રીજી જે 7 મહિના ની જ હતી અને હમણાંજ આ દુનિયા છોડીને ચાલી ગઈ ત્યારે " ઇદ" બહુ યાદ આવી મને. બાળક નું મોત કેટલું દુઃખદ હોય છે એ મેં પહેલા નવલકથા માં અને પછી ખુદ જાતે અનુભવ્યું.. અંગ્રેજીમાં થોટ છે ને કે ,' Smallest coffins are Heaviest' . આ મારો પ્રમાણિક રીવ્યુ છે.. ગુજરાતીઓ ને ગુજરાતી વાંચતા અને લખતા કર્યા એ બદલ આભાર. ક્રાઉડ ફન્ડીંગ નો આર્થિક ફાયદો/નુકશાન કેવો રહેશે એ પણ જાણવાનું રહેશે.. આપના આ પ્રયાસથી ઘણા લખશે ઘણા વાંચશે. અને નવો ચીલો ચિત્તરનારું આ સ્ટેપ છે. મને બુક થોડીક લાંબી,લેંથી લાગી અને શરુઆત ના પાર્ટ થોડોક નબળો લાગ્યો ,અને તમે જોયેલા ફિલ્મોનો બુક પર જાજો એવો પ્રભાવ લાગ્યો. બાકી ની બધી વસ્તુ ,બુકના બીજા બધા પાર્ટ સારા બહુ સારા લાગ્યા.
બુક લખવા બદલ અને પ્રેરણાત્મક માનવી બદલ આપનો આભાર.
Thanks લેખક અને બીજું ઘણું બધું કરવા મથતો ગુજરાતી દિપેશ બારોટ
વાંચવાનું શરૂ કર્યું ત્યારે લાગ્યું ... અહાહા. જીતેશ ભાઈનું એક ઔર આત્મકથાત્મક પુસ્તક. મજા આવશે. અરે હા ! આ તો એમના જ વિશે લાગે ! માબાપ પણ એમના જ લાગે છે. આગળ જતાં રામબાઈ પણ દેખા દઈ જાય તો ! અહાહા કેવું જોરદાર ક્રોસ ઓવર !
પણ ના, લેખક અહી કૈંક જુદા જ મૂડ માં હતા. (બીઇંગ એન engg સ્ટુડન્ટ) પોતીકી લાગતી શરૂઆત, (એક એક ચાબખા, સિસ્ટમ પર અને એક વિદ્યાર્થીની માનસિક હાલત પર, વાહ) આગળ જતાં બહુ અલગ જ રીતે ફંટાઈ. મને એમ કે પેશનની શોધમાં જ ગોપાલ આગળ વધતો રહેશે. પણ આ શું ? છોકરી મળી ગઈ ! અને એ પણ કેવી જોરદાર ! ખરેખર ગુજરાતી સાહિત્યમાં રેર છે આવા પાત્ર અને આવા દ્રશ્યો અને ઇવન, આવી સુંદર, અલંકારિક ભાષા. (વિંક વીંક). ના, હું જરાય ફરિયાદ નથી કરતો. ઉલટાનું, બહુ જ નોર્મલ લાગ્યું કે યુવાન પાત્રો ખરેખર રિયલ લાઇફ ની ભાષા બોલી રહ્યા છે. હા, છોકરી મળી ગઈ ને સપનાં જીવાતા ગયા ત્યાં સુધી ઠીક. પણ મને પેલો, ધારેલો તેવો જ, ટ્વીસ્ટ ન ગમ્યો. પ્રેગ્નન્સી. બાળક. અને એ બધું. મને એમ કે પેશન પેશન કરતા હીરો એ બધું દાવ પર લગાડ્યું છે, એ વાર્તા આગળ જશે , પણ અહી કોઈ નવો જ રુટ પકડાય છે. ના નહિ, કે આ રૂટ પણ સુંદર છે. પણ ક્યાંક મને લાગ્યું કે કાશ, કૈંક નવો રૂટ પકડાયો હોત.
જે પણ હોય, જેટલું પણ લખાયું છે અહીં, વાચક ને જીવાડી દે છે આ જિંદગીઓ. આવી અર્બન સેટઅપ માં પણ તમને રૂટ્સ સાથે જોડાયેલી રાખે તેવી કહાણી.
A beautiful book. Very well written. Very well crafted story. Made me cry. It is a rare book. Must must read for Gujarati literature lovers.
So How is it? It is a bold modern story of an engineer who want to find his passion. A character named Gopal who wish to know himself. In hunger of meaning of everything Gopal does a fantastic journey of this world.
The book is one of the best novels Gujarati literature has ever seen in my opinion. I would say please have a read.
I don't know either should I call you sir or call you by name.. So just accept the term Mr. Writer
I read whole novel in 2parts... First when i got..completed 150pages.. Nd thn today completed remaining story..
Kya review likhu?! It's beyond explaination.. The life of Amori and mira...It reflects the dialogue from a movie i don't remember the name but it was something like.. Zindagi lambi nahi.. Bdi honi chahiye..!
And one Question that came to my mind after nd while reading this book..
What inspired you write this book.. And what inspired you to become The Writer because ? (if you could see my email, if possible kindly respond, it is the first time when I'm writing to any Author if there seems any discrepancies or disrespect try to forgive)
Looking forward to hearing from you. I would be grateful if you could spare some time and we will have little or more conversation regarding the same. (I'm not kind of gyani person but just human being with curious mind) And please don't mind about hindi and English mixed scripted typing it's because of medium of academics..sorry for that!
Once again Thank you for giving such amazing book in Gujarati Literature
આમ તો હું નવલકથા નો ચાહક નથી. ખાસકરીને નોન ફિક્શન પુસ્તકો વધારે વાંચું છું. એટલે મારો અભિપ્રાય થોડોક બાયાસ હોય શકે છે.
આ વાર્તા ની થીમ "શું કરવું ખબર નથી, જે કરીએ છીએ એ પસંદ નથી" એ મોટા ભાગે બધા જ ક્યારેક ને ક્યારે પોતાની લાઈફ માં અનુભવતા હોય છે.
આ દુવિધા નો કોઈ સહેલો જવાબ ન જ હોઈ શકે અને કોઈ એક જવાબ ન જ હોઈ શકે.
પરંતુ લેખકે એ સમજવાનો પ્રયત્ન કર્યો છે કે "જવાબ શોધવાની ચાહ માં જિંદગી જીવવાનું ના ભૂલી જવાય. બંને અલગ છે. ભેગી ના કરો." મોરારી બાપુ ની સલાહ "આવતી કાલ નો તો ઉત્સાહ હોવો જોઈએ ચિંતા નહિ" એ બહુ સરસ રીતે પ્રયોગ કરેલ છે.
વાર્તા વાંચતા વાંચતા "જબ વી મેટ" મૂવી ની યાદ આવી જાય છે. ફિલ્મો નો પ્રભાવ દેખાય છે વાર્તા માં. થોડીક લાંબી પણ લાગી. અને પર્સનલ લેવલ પર મને અભદ્ર ભાષા પ્રયોગ ના ગમ્યો.
વાંચવું જરાય ન ગમે મને, એક જગ્યા એ બેસી ને એક સાથે 2-5 પેજ પણ ન વાંચું શકું.... 24 વર્ષ નો થયો લાઈફ ન��ં પહેલું એવું પુસ્તક જે આખે આખું વાંચ્યું અને આખે આખું જીવ્યું.. બુક ની શરૂઆત કોલેજ અને હોસ્ટેલ લાઈફ થી થઈ કોલેજ અને હોસ્ટેલ મારી લાઈફ માંથી તો સ્કીપ થઈ ગઈ પણ આ પુસ્તક દ્વારા હું એ જીવ્યો. ❤️ ગોપાલ ની વિજય સાથે ની મિત્રતા, તેના માતા પિતા માટે નો પ્રેમ અને આદર, તેની મીરા સાથે ની મિત્રતા અને અનહદ પ્રેમ, તેનો ઈદ માટે વ્હાલ. ગોપાલ પટેલ ની એક ગેરજવાબદાર યુવાન થી એક સમજદાર જવાબદાર વ્યક્તિ સુધીની અદભુત સફર મને જીવડવા બદલ દિલ થી આભાર.. 🙏
પહેલા તો દીલ થી તમારો આભાર માનું છું કારણ એ કે તમારા લખેલા પુસ્તકો વાંચી ને મને વાંચન માં રસ પડ્યો છે.
મેં હમણા જ નોર્થપોલ વાંચી અને મને ખુબ ગમી તમે વાંચક ને પકડી ને રાખો છો વાંચતા વાંચતા કોઈ પણ જગ્યા એ ભગાણ પડતું જ નથી મેં નોર્થપોલ ૨ દીવસ માં આખી નવકથા વાંચી.
અને આજ કાલ ના યુવાનો ના મન માં ચાલતો સવાલ કે મારે શું કરવું છે જીવન માં એની મને ખબર નથી અને હું પોતે એ માનો એક છું અને તમે નવલકથા ના અંતે એ સરસ મજા નો જવાબ આપી ને એ સવાલ ને શાંત કર્યો છે એ બદલ આભાર ભાઈ. બસ આવી જ રીતે તમે નવી નવી નવલકથા ઓ લઈ આવો એવી શુભેચ્છા ❤️🙏🏻
Started very well, became repetitive after page 60, lost its charm in the second half. The writer has taken story ideas and sentences from other books. That's not done in fiction. Even if he had not confessed it at the end, the lost charm was telling that. A good writer must have patience to wait till he gets original ideas. Hurry to finish the book and temptation to publish it soon must be avoided.
The book made me laugh, cry, want to scream, and at the end, it left me with peace.
The book starts with a normal young guy wanting to explore the world. He wants to question the humanity and all the rules they made. And by the end, he gets all his answers.
This book literally changed my definition of happiness and peace. I must be thankful to this book for what I am today.
આ એ પુસ્તક છે જે મેં 2 દિવસ માં વાંચી લીધું છે,આમ તો મને દરેક પુસ્તક વાંચવા માં અઠવાડિયું તો થાય પણ આ પુસ્તક ની કઈક વાત જ અલગ છે, ક્યાંક ગોપાલ માં હું મુજ ને સમાવી ને એક એવું જીવન જીવી છું જે દરેક માણસ એ જીવવું જોઈએ, આમા મારી અને તમારી જેવા દરેક યુવાન ની પોતાની જાતને મળવા ની સફર છે. લેખક ના લખાણ, તેમની કલ્પનાઓ અદભૂત છે.
પુસ્તક વિશે કહેવા માટે તો ઘણું છે પણ શબ્દો ઓછાં પડે છે, જે આ પુસ્તક વાંચે એ એને અનુસરીને જ લખવામાં આવી હોય તેવું લાગે અને એક સત્ય ઘટના લાગે. ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરી છે. આંખો સામે જાણે આખું movie જોઈ રહ્યા હોઈએ તેવું લાગ્યું, જે બધાં ની સાથે થતું હશે પરંતુ ક્યારેય કોઈએ આટલું ઊંડાણપૂર્વક વિચાર્યું નહીં હોય. ખરેખર જિંદગી નું મહત્વ અને જિંદગી કેવી રીતે જીવવી એ શીખવાડે છે. Thank u so much😊
The book describes exceptional story of a young man trying to find his passion and answer the questions of life. A must read book the story will melt your heart I bet. I congratulate and hope Mr. Jitesh donga for this beautiful contribution towards the booklovers.
ખુબ જ સુંદર પુસ્તક.ક્યારેય ન વાંચી હોઈ એવી વાર્તા, ઇંગ્લિશ માં twist and turns એ પણ ભરપૂર અને આંખ માં થી પાણી ના બંધ થાય ઘણી જગ્યા એ અને જીવનસાથી, માતા પિતા, બાળક, મિત્ર, પાળતું પ્રાણી સાથેના સંબંધો પણ ખુબ જ સરસ રીતે દર્શાવ્યા છે.
Finished Northpole and cried. Cried hugging my wife. Cried hugging my 2 years old daughter. Cried of left over tears from Vishwamanav. I was and I am mesmerized that I've cried. I cried after an age.