લગભગ દસેક વર્ષ પહેલા એક આઈડિયા-શોધક તરીકે મેં જ્યારે મારા પ્રોફેશન-કેરિયરની શરૂઆત કરી ત્યારે મને એટલો અંદાજ ન હતો કે દાયકાની અંદર આખી દુનિયા 'આઈડિયા ઇકૉનૉમી' પર જ સુપર-ફાસ્ટ વિકસિત થશે. આજે Facebook.com, Uber.com, Instagram.com, Snapchat.com, Pinterest.com, Yale.com AirBnB.com જેવી અઢળક સાઇટ્સ તેમની સર્વિસ દ્વારા કરોડોની કમાણી કરી રહ્યાં છે. જેની પાછળ એક સાવ સામાન્ય આઈડિયા કામ કરી ગયો છે. એટલે જરૂરી એ જ છે કે આપણી આસપાસ બનતા, આપણી આંખોની સામેથી પસાર થતાં અગણિત આઈડિયાઝને જાણી, પારખી તેની પર આપણામાં રહેલી સ્કિલનો મસાલો નાખી કોઈક નવો જ ધંધો અથવા ઓલરેડી ચાલતી કેરિયર ડેવેલોપ કરી શકાય તો જિંદગીની કોઈ એક ક્ષણે 'કાંઈક મસ્ત કર્યું' કહી ખુદને ખુશી તો આપી શકાય. દોસ્તો, સતત અવનવું શીખવા, જાણવાના હોંશ અને જોશે મને પણ આ આઈડિયા બૂક લખવા મજબૂર કરી દીધો.