ઇતિહાસના અભ્યાસે માહમૂદના અંતનું અર્થઘટન સુલભ કરી આપ્યું. એના વિજયોના રૂઆબ કરતાં એના અંતની કરુણતા વધુ હતી. માનવીય નિયતિને સમજવામાં એ નિમિત્ત બની શકે એમ છે. ધર્મસ્થાનનું ખંડન કરવાથી ધર્મશ્રદ્ધા નષ્ટ થતી નથી. ક્યારેક દ્વિગુણિત બને છે. પ્રભાસતીર્થે કેટકેટલા ઘા ઝીલીને પણ મસ્તક ઉન્નત રાખ્યું છે!