અંજામ સસ્પેન્સ થ્રીલર નવલકથા આ કહાની છે છ. કોલેજીયન મિત્રોની....તેઓની મહત્વકાંક્ષા અને સ્વપ્નાઓની....તરવરતા યૌવાન, મોજ-મસ્તી અને જીવન પ્રત્યેના બેફીકરા અંદાજની. …તેઓ જીંદગીને પોતાની શર્તો પ્રમાણે જીવવા માંગે છે જેના માટે કોઈજ બાંધછોડ સ્વીકારવા તેઓ તૈયાર નથી. કુદરત પણ તે છ મિત્રોની તરફેણમાં છે અને એવી લાયકાત પણ છે તેમનામાં ...શું તેઓ તેમના સ્વપ્નાઓ સાકાર કરી શકે છે... પ્રશ્ન ગહેરો છે અને તેનો જવાબ આ કહાનીમાં ઢબુરાયેલો છે. કંઇક એવુ બને છે જેના કારણે તેઓની સરળ લાગતી જીંદગીમાં અચાનક એક ઝંઝાવાત સર્જાય છે. પળે-પળે બદલતા સમયની આંધીમાં સર્જાતી ગમખ્વાહ ઘટનાઓનો સીલસીલો અચાનક તેઓને ભયાનક અપરાધની ગર્તામાં ધકેલી દે છે....શું તેઓ એમાથી બચીને એ ઘટનાઓનો સામનો કરી શકે છે... કે પછી ઘુંટણ ટેકળીને, નતમસ્તક બની સમયની આંધીમાં વહી જાય છે.... પળે-પળ ઉત્કંષ્ઠતા જગાવતી, રહસ્ય-રોમાંચથી ભરપુર આ નવલકથા આપને એક અલગ વિશ્વમાં લઇ જશે.... read full book on matrubharti.com