Jump to ratings and reviews
Rate this book

Coffee Stories

Rate this book
આપણી સંસ્કૃતિ કથા અને કથનશૈલીની સંસ્કૃતિ રહી છે. કથાઓ આપણી આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી કથાઓ તો એક એક સિપ સાથે વધુને વધુ ગળચટ્ટી બનતી કથાઓ. નજરની સામે દરરોજ ભજવાતી એવી કથાઓ જે હજુ સુધી આપણા ધ્યાનમાં જ નથી આવી અથવા એવી કથાઓ જે સતત ધ્યાનમાં તો આવી છે પણ આપણે સતત આંખો મીંચી રાખી છે. કથાઓ એવી જેમાં આપણું પોતાનું મૌન ઘૂંટાયેલું રહ્યું છે ને એ મૌનની પરિભાષાને પણ લોકો ઉકેલી જાણે છે તો એવી પણ કથાઓ જેમાં ચિલ્લાઈ ચિલ્લાઈને પીડાને પોકારવામાં આવી હોય એમ છતાં એને સાંભળનાર કોઈ નથી હોતું. દઝાડતી, ફરિયાદ કરી લાલ આંખ કરીને આપણી સામે એકધારું જોઈ રહી છે એવી કથાઓ અને જે મૂંગા મોઢે જગજૂનો અત્યાચાર વેં

151 pages, Kindle Edition

Published January 1, 2018

8 people are currently reading
44 people want to read

About the author

Raam Mori

4 books9 followers
રામ મોરી એ ગુજરાતના ટૂંકી વાર્તા લેખક, પટકથા લેખક અને કટારલેખક છે, જેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટૂંકી વાર્તાઓ માટે જાણીતા છે.

ભાવગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવાડ ગામમાં એક ખેડૂત પરિવારમાં જન્મ.. તેમણે ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તેમણે 17 વર્ષની ઉંમરે ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તેમની વાર્તાઓ ‘શબ્દસૃષ્ટિ’, ‘નવનીત સમર્પણ’, ‘એતદ્’,’ તથાપિ’ અને ‘શબ્દસર’ જેવા ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થઈ છે.

તેમણે પહેલા TV9 ગુજરાત સાથે કામ કર્યું અને પછી કલર્સ ગુજરાતીમાં જોડાયા. તેઓ વિજયગીરી ફિલ્મસ્ સાથે પણ કામ કરે છે. તેમણે દિવ્ય ભાસ્કરમાં સાપ્તાહિક કલમ ‘મુકામ વાર્તા’ અને મુંબઇ સમાચારમાં ‘ધ કન્ફેશન બોક્સ’ લખી હતી. તેમણે ગુજરાતી મેગેઝિન ‘કોકટેલ જિંદગી’ અને ‘#We’, ફુલછાબમાં ‘લવ યુ જિંદગી’ જેવી કટારો લખી છે. અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં તેઓ મુલાકાતી શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. 2016માં તેમનો વાર્તાસંગ્રહ ‘મહોતું’ પ્રકાશિત થયો, જેને રઘુવીર ચૌધરી અને કિરીટ દુધાત સહિતના ગુજરાતી લેખકો અને વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યો.

વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બીટ્ટુ’ થી તેમણે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું. ‘મોન્ટુની બીટ્ટુ’ પછી તેમણે બે ગુજરાતી ફિલ્મો લખી હતી. દર્શન અશ્વિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત ‘મારા પપ્પા સુપરહીરો’ અને વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત ‘એકવીસમું ટિફિન.

દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા તેમને 2016માં ઑલ ઇન્ડિયન યંગ રાઇટર્સ મીટમાં આમંત્રણ અપાયું હતું. ‘મહોતું’ પુસ્તકને ‘સાહિત્ય અકાદમી’નો ‘યુવા પુરસ્કાર’ (2017) પ્રાપ્ત થયો હતો. તેમને નાનાભાઇ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર (2017) પણ મળ્યો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને તેમના પુસ્તક ‘મહોતું’ માટે વર્ષ 2016માં ત્રીજું ઇનામ મળ્યું હતું.

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
35 (53%)
4 stars
20 (30%)
3 stars
8 (12%)
2 stars
1 (1%)
1 star
1 (1%)
Displaying 1 - 10 of 10 reviews
Profile Image for dunkdaft.
434 reviews34 followers
April 17, 2020
Mast !
Ekdam jordar, stories that are short and sweet/bitter/khaati/toori and many flavors.... My first read of the writer. And seriously, never knew Sahitya Akademi award winner nu sahitya vanchva jevu pan hoy chhe. (Pardon for the satire, but in this matter, I have Bakshi opinion).

On a serious note, the book holds you since very first story. And with breezy writing and crisp length, it makes you go - just one more ... Before putting it down. Now can't wait to read Mori's first book as well. Such promising writer indeed.

My favs: Tara Shaher ma ... And Smit laave e Santa....
Profile Image for Book'd Hitu.
430 reviews35 followers
April 29, 2019
This rising star of Gujarati Literature is my favorite since I read his award winning debut novel "Mahotu".
This collection of short stories by Ram Mori is a heart warming book that every Gujarati reader must have and read.
Eagerly waiting for the next work by the author.
Profile Image for Manisha.
Author 6 books51 followers
August 20, 2023
એક સાંજે અમેરિકામાં કિન્ડલ ખોલી કશુંક વાંચવા માટે શોધતી હતી ત્યાં જ કોફી સ્ટોરીઝ પર નજર પડી.
આમ તો હું શોર્ટ સ્ટોરીઝ ખાસ વાંચતી નથી, પણ તે દિવસે મન થઇ ગયું અને વાર્તાઓ વાંચવાની શરૂઆત કરી દીધી. એક પછી એક વાર્તાઓ વંચાતી ગઈ અને હૃદયના તાર ઝણઝણાવતી ગઈ. It was like watching reels! એક પછી એક પછી એક....ટૂંકમાં, મજા પડી ગઈ.
આ અનુભવ પછી મનેય ટૂંકી વાર્તા પર કલમ અજમાવવાની ઈચ્છા થઇ આવી છે. ક્યારેક કોશિશ કરીશ ખરી.
Profile Image for Yash Patel.
2 reviews
April 6, 2023
This book is written about different stories like pain, love, understanding, suffer etc. , Some stories are really heart touching and you can connect with that character and relate them. It's beautifully written by ram mori.
Profile Image for Jenil Desai.
44 reviews
August 13, 2025
રામ મોરી એ લખ્યું છે એમ, એક કોફી કે ચા ના કપ સાથે પૂરી થઈ જતી કથાઓ!! ખૂબ જ ટૂંકાણમા પણ સચોટ રીતે રોજબરોજ ની જીંદગીમા જીવતી આ બધી કથાઓ છે. શોધશો તો આપણી આજુબાજુમાં પણ મળી આવશે !!

અંતમાં એવું લાગ્યું કે જલ્દી પૂરી ના થઈ જાય તો સારું.
27 reviews
September 14, 2022
Adbhut short stories. Aa stories ma lagniono zanjavat, hunf ni jaruriyat ane virah ni vedna samayela che
Profile Image for Hiren  Bharwad.
46 reviews3 followers
September 30, 2023
ખુબ જ સરસ વાર્તા અને અવનવા આધુનિક પરિપ્રેક્ષ્યમાં લખાઈ છે જે કાબિલે તારીફ છે.
Profile Image for Milan Sonagra.
24 reviews2 followers
August 5, 2021
ખરેખર કોફીના કપ સાથે પુરી થઇ જાય અને કોફીની જેમ મગજ સતેજ કરી દે એવી વાર્તાઓનો સમુહ! લગભગ દરેક વાર્તામાં વાત સાથે ભાવનાઓ પણ લખાયેલી છે. એટલે સ્વાભાવિક રીતે કોઈપણ વ્યક્તિને વાર્તા પહોંચે એમાં નવાઈ નથી. સાથે સાથે અમુક રૂપક દ્વારા દ્રશ્યો ભજવતાં હોય એવું લાગે. વાર્તાનાં શોખીનો અને ગૃહિણીઓને ખાસ પસંદ પડે એવી વાર્તાઓ છે. કેમકે દરેક વાર્તામાં કઈંક નવી વાત છે અને ઘણી જગ્યાએ ગૃહિણી સાથેની વાતો સંકળાયેલી છે.
Displaying 1 - 10 of 10 reviews

Can't find what you're looking for?

Get help and learn more about the design.