આધુનિક સમયમાં માનવ રૂપે જન્મેલી નાગિન અને ઈચ્છાધારી નાગની પ્રણય કથા. આ કહાનીનો વ્યાપ માનવલોક અને નાગલોક એમ બે લોકનો સમાવે છે. તેમાં નાયક અને નાયિકાના બે નહિ પણ ત્રણ જન્મના સમય અંતરાલો છે. આ નવલકથામાં રાજાઓનો ઈતિહાસ છે, ગુલામીની બેડીઓ છે, સત્તરમી સદીમાં લડાયેલી એક લોહિયાળ જંગ છે, ધર્મ છે, પ્રાચીન સમયમાં ધર્મના આડશે છુપાવી રાખેલ વિજ્ઞાન છે, તે વિજ્ઞાનને જાણી લેવા થતો કત્લેઆમ છે, પ્રાચીન રહસ્યો સાચવી બેઠેલા મદારીઓનો ઈતિહાસ છે, ભારતની જાદુગર કોમનો જંગ છે, ગોરા અંગ્રેજોની લાલસા છે, હિન્દ માટે શહીદ થયેલા સેકડો શૂરવીરોની ગાથા છે.....! આકાશી ચંદરવામાં નક્ષત્રોની એવી ગોઠવણ જે સ્વસ્તિક આકારનું મુહૂર્ત રચે છે અને તેની અસર પૃથ્વી ઉપર હર એક વખતે એક ભયાનક યુદ્ધને આમંત્રણ આપે છે જેના સાક્ષી ના&