“મારે નવો ધંધો શરૂ કરવો છે.” આવી વાતો આપણે ચાની ચુસ્કી લેતા આપણા મિત્રો પાસે ચાની દુકાને કે શેરીના નાકે સાંભળીએ છીએ. આપણા મનમાં પણ ધંધો કરવાના જાત જાતના તર્ક- વિતર્કો ચાલતા જ હશે. પણ “હંં ક્યો ધંધો શરૂ કરું?” એ પ્રશ્ન આપણને જાત જાતના વમળોમાં ફસાવી દે છે. કોઇ પણ ધંધો શરૂ કરતા પહેલા નીચેની બાબતો અગત્યની થઈ પડે છે. • તમે કેટલું રોકાણ કરી શકો છો? (રૂ. 00 થી પણ ધંધાની શરૂઆત કરી શકાય છે!) • તમને શામાં વધુ રસ છે? • ગ્રાહકો સુધી પહોંચવાની સુનિયોજીત યોજના. • દરેક વખતે ગ્રાહકોને A++ સેવા કેવી રીતે પૂરી પાડવી?