ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના દ્વિતીય આધ્યાત્મિક વારસદાર એટલે બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત, જેઓ ભગતજી મહારાજ તરીકે પણ ઓળખાય છે. તેમનું અદ્ભુત વ્યક્તિત્વ - સેવા, શ્રદ્ધા, આજ્ઞાપાલન, ભગવાન અને ગુરુ પ્રત્યેની અસીમ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય તથા સદ્ગુણયુક્ત હતું. તેમનું જીવન વિઘ્નો અને કસોટીઓથી ભરપૂર હતું છતાં પોતાની નિષ્ઠામાં દૃઢ રહીને તેમણે ભગવાન સ્વામિનારાયણનો મહિમા અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રગટ સ્વરૂપને ઓળખાવ્યું. તેઓએ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની અપાર કૃપાથી એકાંતિક ધર્મ સિદ્ધ કરી, અક્ષર અને પુરુષોત્તમની સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન પણ કર્યું. તેમણે કરેલી આધ્યાત્મિક સાધનાની અનુભૂતિ, મુમુક્ષુને ગુણાતીત સ્થિતિ (બ્રાહ્મીસ્થિતિ)