'જરૂર આવીશ..' મારી એમેઝોન કિન્ડલ પરની પંદરમી ગુજરાતી e book છે. સાધારણ રીતે હું પ્રસ્તાવિકમાં જે - તે બુકમાં શું કન્ટેન્ટ છે એ દર્શાવતી હોઉં છું. પણ આ લખેલી લઘુનવલ મારાં દિલની અત્યન્ત નજીક છે. ન માત્ર વાચકોની, એ મારાં સમકાલીન લેખકમિત્રોની પણ દાદ પામેલ કથા છે. એટલે ફકત એટલું જ જણાવીશ કે આ કથા એક 'અકલ્પનિય પ્રેમ’ ની કથા છે - જે કદાચ વાસ્તવિક ન હોવા છતાં દરેક વાંચનારને ઊંડે ઊંડે સ્પર્શી જશે અને રણઝણાવી મૂકશે એવો મને વિશ્વાસ છે. મારું અન્ય સર્જન ( e books) પણ નીચે મુજબ Amazon Kindle પર ઉપલબ્ધ છે. ૧. જીવતા મોહરા શતરંજના - લઘુ નવલ ૨. મારી જિંદગી - સરવાળો કે બાદબાકી - લઘુ નવલ ૩. જિંદગી – રમત શુન્ય ચોકડીની – લઘુ નવલ ૪. સટ્ટો સંબંધોનો (3 લઘુ નવલ્સનો સંગ્રહ) ૫. સા.રે.ગ.મ.પ.ધ.નિ. સા - ભાગ - ૧ (૭ નવલિકાઓનો સંગ્રહ) ૬. સા.રે.ગ.મ.પ.ધ.