દેશની આઝાદી પછી શહેરોમાં શાંતિ ક્યારેય રહી નથી. હત્યા, આત્મહત્યા, લુંટ, ગંદુ રાજકારણ, આતંકવાદ, પોલીસનો ભ્રષ્ટાચાર વગેરેથી દેશ હંમેશા બરબાદ થતો રહ્યો છે. એવા જ ક્રાઈમથી ધમધમતા શહેરો વડોદરા, અમદાવાદ અને મુબઈમાં વણાયેલી આ કથા છે. અનાથ પોલીસ ઇન્સ્પેકટર આદિત્ય અને મનુના જીવનની આ કથા છે. યુવાનીથી છેક વૃદ્ધાવસ્થા સુધી અનુશાસન અને શાંતિ કાયમ રાખવા ઝઝુમતા ઇન્સ્પેકટર આદિત્યની આ કથામાં સનસનીખેજ ઘટનાઓ, લુંટ, ચોરી, આત્મહત્યા, ખૂંખાર વિલન, ભેજાબાજ નાયક અને શુદ્ઘ પ્રણય વણાયેલો છે. આદિત્યએ એકલા હાથે જ ઉપાડેલી આ પવિત્ર જવાબદારી નિભાવવા મનુ, પૃથ્વી, રુદ્રસિહ, સોનિયા અને સમીર, ટોમ અને ટ્રીસ, દીપ અને શીલા, તેમજ તેમના જેવા જ ઘણા ભેજાબાજ, પોતાના કામમાં ઉસ્તાદ લોકો જોડાય છે.