પેસિફિક મહાસાગરમાં આવેલા ‘સ્પેક્ટર્ન’ નામના કાલ્પનિક ટાપુ પરના અજ્ઞાત ખજાનાની આસપાસ કથા ઘૂમે છે. દક્ષિણ અમેરિકાના પેરુ દેશના સાહસિક એલેક્સ અને એના મિત્રોને એક ધૂની પ્રોફેસરના અવાવરા ઘરમાં રહસ્યમય સંજોગોમાં પ્રોફેસરનો મૃતદેહ મળે છે અને સાથે જ એલેક્સના મિત્રમંડળનો એક સભ્ય પણ બેહોશીમાં સરી પડ્યો છે ! પ્રોફેસરના ઘરમાંથી તેમને એક ભેદી ડાયરી પણ મળી આવે છે અને છેવટે આ બધી ઘટનાઓનો છેડો અડકે છે સ્પેક્ટર્ન ટાપુ પરના એ અજ્ઞાત ખજાના સાથે કે જે લીમાના લોકોની અમાનત હોવાનું દર્શાવે છે. છએ સાહસિકો એક પ્રોફેસર અને એક નેવી અધિકારી સાથે નીકળી પડે છે એ ખજાનાની શોધમાં. શું તેઓ બધી મુસીબતો અને અડચણોનો સામનો કરીને ખજાના સુધી પહોંચી શકશે ? લીમાના લોકોની અમાનત સમા એ ખજાનામાં શું ધરબાયેલું હશ&