શું કહેવું ખબર નથી પડી રહી , અત્યારે હું હજારો તારાઓથી ભરેલા ખુલ્લા આકાશ નીચે મારા ઘરે ધાબા પર સૂતો છું. અને રામબાઈ વિશે વિચારું છું તો સમજાય બહુ ઓછું પણ ઘણું બધું અનુભવાય રહ્યું છે , કારણ કે હું જ્યારે નાનો હતો ત્યારથી મને પણ આ રામબાઈ જેવા પશ્નો થતાં , પણ હવે એ લાગણીઓને વાચા મળી ગઈ રામબાઈ તારા વડે , તારા પેલા જિતુ ના કારણે.
સાચે જ આજે રામબાઈ વાંચી લીધા ને પાંચ દિવસ થયા પછી આ લખી રહ્યો છું , પણ આજે પણ અને અત્યારે રાતે ૧૦ :૫૭ વાગ્યે પણ રામબાઈ શું છે , તેના નામની આગળ ધ શા માટે લાગે છે એ સંપૂર્ણ અનુભવી શકું છું કારણ કે હું તો પહેલા થી જ રામબાઈ ની જેમ વિચારતા શીખ્યો છું , અને જીવી રહ્યો છું , પણ હા એ પણ હકીકત છે કે મારી જિંદગીમાં રામબાઈ જેવા કોઈ મોટા પ્રોબ્લેમ નથી આવ્યા , પણ ઘણા આજના જમાનાના. વિચિત્ર પ્રોબ્લેમ આવ્યા છે જેણે મને રામબાઈ ની જેમ જીવતા શીખવ્યું છે અને મારા એક ટીચર , અને મારી મમ્મી , ફેમિલી, ફ્રેન્ડ પણ મને ઘણું શીખવી રહ્યા છે , મને રામબાઈ દ્વારા એક નવું વિશ્વ , નવી દુનિયા અને વિશાળ બ્રહ્માંડ મળ્યું હોય એવું લાગે છે.
આનાથી વિશેષ શું કહેવું ધ રામબાઈ વિશે , મારા શબ્દો નાના પડે છે તેના માટે , એ આ બ્રહ્માંડનું અદ્ભુત અને અદ્ધિતિય સર્જન છે , કારણ કે રામબાઈ જીવી રહી છે મારી અંદર , તમારી અંદર અને આ બ્રહ્માંડના કણેકણમાં.
બસ તેને અનુભવવા માટે અંદર્યથી પામવું પડે , હું અત્યારે પણ રામબાઈ ને મારી આસપાસ ક્યાંય ને ક્યાંય અનુભવી શકું છું કારણ કે હું એને અંદર્યથી પામી રહ્યો છું.
...બસ જીવજે.