મનુષ્યો મરવાં પડેલી પૃથ્વી છોડીને ચાલ્યા ગયા છે, પણ એક રોકેટ્રી એન્જિનિઅર અને ઍસ્ટ્રનૉટ તથાગત એકલો ધરતી પર જ રહેવાનું નક્કી કરે છે, જેથી તે મૃત પ્રેમિકા રિબેકાને સજીવન કરી શકે. તથાગતે ક્રાયોનિક્સ ટેક્નોલોજીની મદદથી રિબેકાના મૃતદેહને થીજાવીને રાખ્યો છે. ધરતી પર રહીને તે એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સેંટ્રિકલની મદદથી મૃતદેહમાં જીવન સંચાર કરવાનું સંશોધન હાથ ધરે છે.
તથાગત દૃઢનિશ્ચયી અને તાર્કિક અભિગમ ધરાવતો પુરુષ છે, જ્યારે બાયોલોજિસ્ટ રિબેકા આધ્યાત્મિક અને ગૂઢ અભિગમ ધરાવતી સ્ત્રી છે. સેંટ્રિકલ એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ છે, જે મનુષ્યનાં મનનું ઉંડાણ તાગીને અંતર્જ્ઞાનનું રહસ્ય શોધવાં ઈચ્છે છે.
સ્પર્શ હાર્દિક શોપિઝનના ચીફ એડિટર & હેડ તથા ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલી છે.
શ્રી મધુ રાય દ્રારા સંપાદિત ‘મમતા વાર્તામાસિક’માં તેમની ‘અચાનક ૨.૦’ અને ‘જાહ્નવ સુક્તા, તું જાગે છે?’ જેવી નોખી ભાત પાડતી પ્રયોગાત્મક વાર્તાઓ પ્રકાશિત થઈ અને સરાહના પામી છે. તેઓ અનુવાદ કાર્ય સાથે પણ સંકળાયેલા છે અને તેમણે બે ગુજરાતી નવલકથાઓનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું છે. hardik.sparsh@gmail.com 74 050 61 898