આમ આદમી, અફલાતુન લડવૈયોલાઇફ IMપોસિબલ. હા, વાતનો શુભારંભ શિર્ષકથી. આ 'લાઇફ ઇમ્પોસિબલ' નથી, 'લાઇફ આઇ એમ પોસિબલ' છે. દરેક વિપરીત સંજોગોમાં દુ:ખના દરિયામાં ઊંડે ઊંડે ડૂબકી મારીને જીવનના, જોમના, જીવવાના અને આશાના મોતીડા લાવનારાની પ્રેરણાદાયક કથા છે આ પુસ્તક. સૂર્યકાંત ભાંડેપાટિલ પરથી ગુજરાતી-મરાઠીમાં 'દ્રશ્યમ અદ્રશ્યમ' અને અંગ્રેજી-હિન્દીમાં 'ફાધર્સ ડે' તથા કેતકી જાની પરથી 'અગ્નિનાજા'ને મળેલા કલ્પનાતીત પ્રતિસાદ બાદ દિનેશ કલવાના જીવન-સંઘર્ષને આવર્યો છે 'લાઇફ IMપોસિબલ'માં. કચ્છના ગાંધીધામમાં રહેતા યુવાન તકલીફો-મુસીબતો સામે 'ચલ હટ, આધી રહેજે હોં'નો પડકાર ફેંકીને એવો વટભેર જીવ્યો કે ખૂબ માન ઉપજ્યું