There cannot be an amazing debut by a poet in the field of novel writing. A book filled with humor, emotions and warmth. Reading this felt like living my childhood and school days all over again. A wonderful book that keeps you hooked right from the first page till the last and gives you hearty laughs throughout. Congratulations to the famous poet Anil Chavda for his first novel, I would love to read more of your stories in future alongside the poetry.
આમ હું કોમ્પેટેટીવ એક્ઝામને આપીને ઘર તરફ વળ્યો ત્યારે પહેલેથી જ નક્કી હતું કે હું મારા પ્રિય કવિ અનિલ ચાવડા સાહેબ ની એમની નવી આવેલી નવલકથા ને વાંચવાનો છું......બસ ઘણા સમય થી રાહ જોઈ રહ્યો હતો કે મારી આ પ્રિલિમ પરીક્ષા ક્યારે પતે ને હું આ પુસ્તકની આનોખી દુનિયામાં પ્રવેશું ને ક્યારે હું આ પુસ્તક વિશેનો રિવ્યુ મારા "ચાવડા સાહેબ" ને આપું.સાહેબ મે આપની આ પુસ્તક ને મારી પરીક્ષા પત્યા પછી ઘર તરફ વળતી વેળાએ ચાલુ કર્યું હતું વાંચન અને છેક ગામનાબસ સ્ટેન્ડ ક્યારે આવી ગયું ક્યાંય સમય આ વાતો માં ને અનુભવની દુનિયામાં લીન થઈને મારા અનુભવાઓમાં ને જૂની મારી હોસ્ટેલની યાદો ને ઈ સ્કૂલના દિવસો માં જ પોહચી ગયો હતો.આ નવલકથા મુસાફરી દરમિયાન હું વાંચતો હતો ત્યારે ઘણા મને એકલા એકલા હસતાં જોઈ ને જોતાં જ રહેતા હતા ને ક્યારેક મારી ઈ ઉદાસીનતા ને મુસ્કાન પર એ લોકો મારા વિશે જ વિચારતા હશે એવું મને લાગતું કેમ કે આખી બસ માં આ પુસ્તક અને હું એકલા જ આ લાહવો લઈ રહ્યાં હતા....આ ખરેખર જિંદગીના વળાંક લેતા વરસની કથા એ મને મારી જૂની હોસ્ટેલની યાદો અને એ અનુભવો ને મારા આંખોમાં અને મારા સ્મૃતિપટ પર આવીને ખડાં થઈ ગયાં.મને આ પુસ્તક એટલું ગમ્યું કે આના પાત્રોની ને એની બીજી ઘણી વાતો કહેવા કે લખવા બેસું તો આપશ્રી પણ નવાઈ પામવા લાગો અને એ જ રેંડિયર્સ ની જેમ આમતેમ દોડવા લાગો....! આ માધીયાને જેમ વગર હા પાડયે સુખડી બનાવવામાં જવું પડ્યું ત્યારે મારે પણ અનુભવાયેલું કે અમે હોસ્ટેલ વખતે મારા મિત્ર જીગા એ શીરો બનાવવા માટે આવું પ્રકરણ ઘડ્યું ત્યારે મારે પણ માધીયા ની જેમ ના જવું હતું તેમ છતાં જવું પડેલું........બસ ત્યારે આ પ્રસંગે મારી આંખમાં એ જૂના દિવસો ફરી વળ્યા ને હું ત્યાં એ પળને મારી પળ સમજી ને એ આનંદ માણતો રહ્યો. આપશ્રી ને ખૂબ ખૂબ અભિનંદન........ઘણા લોકોના અનુભવોની વાગોળેલી કથા છે એ સાર્થક છે.
સ્કૂલ અને હોસ્ટેલ ની મજાક મસ્તી થી ભરેલી એક અલાઈવ પુસ્તક ! બહુ જ મજા પડી વાંચવાની અને પોતાનાં દિવસો યાદ કરવાની. કેવી સુંદર રીતે લેખકે અહીંયા એક બહુ મહત્વનો સામાજિક ઇસ્યુ વણી લીધો છે, એ પણ કાબિલેદાદ છે. હા, કોઠારમાંથી ચોરીનાં પ્રસંગો રીપિટેટીવ લાગે, પણ ઓવર ઓલ એકી બેઠકે પૂરું થઈ જાય અને પાત્રોનાં પ્રેમમાં પડી જવાય એવું પુસ્તક.
હા, સિક્વલ બનવાની પૂરે પૂરી પોસિબિલીટી હોય તેવો અંત.