True Crime Stories સીરિઝમાં ચોથી સત્યઘટના... ચેન્નાઈના ટોચના રઈસ બિઝનેસમેનમાં "અરવિંદ ભારદ્વાજ"નું નામ પાંચમા પૂછાતું. તેમના આલીશાન 'મધુવન' બંગલાની જાહોજલાલી જોઈને 'બ્રાહ્મણ ગરીબ હોય' એ વાત વિચારતા જ અટ્ટહાસ્ય છૂટી પડે! એક દિવસ અચાનક અરવિંદ ભારદ્વાજ ગાયબ થઈ જાય છે. તેમના ગાયબ થવા પાછળ શું ગૂઢ રહસ્ય હતું? તેમણે એવું તો શું કર્યું હતું? – જેવા અનેક પ્રશ્નો ચેન્નાઈ પોલીસની સામે હતા. જ્યારે મિસ્ટર ભારદ્વાજની શોધ માટે ઇન્વેસ્ટિગેશન શરૂ થાય છે, ત્યારે ખરા રોમાંચનો ખેલ શરૂ થાય છે... એવા એવા રહસ્યો પરથી પડદો ઊંચકાય છે, જેનો ખુલાસો થતાં પોલીસ ચોંકી ઊઠે છે... પાને પાને રોમાંચથી ભરેલી એક જબરદસ્ત રહસ્ય કથા...
સ્વભાવે બિંન્દાસ... જીવન ગમે તેવા રંગો પરિસ્થિતિ સ્વરૂપે ઢોળે, હું મારા સ્વભાવની પીંછીથી વર્તમાનના કેન્વાસ પર સુંદર સ્ટ્રોકસ મારી જીવનનું માસ્ટરપીસ પેઈંટ કરી લઉં છું. આ પણ એક કળા જ છે. જીવન જીવવાની કળા. કદાચ બધી કળાઓમાં આ કળા સૌથી અગત્યની અને ખાસ શીખવા જેવી છે. કારણકે આ કળા જીવનમાં ડગલે ને પગલે કામમાં આવતી હોય છે...