2020માં યુવાન અભિનેતાના આત્મહત્યા કેસમાં થયેલા શૉકિંગ ખુલાસા પરથી એક વાત વધુ સ્પષ્ટ થઈ છે કે, મૉડેલિંગ અને ફિલ્મી દુનિયાનો પ્રોફેશન જેટલો ગ્લેમરસ દેખાય છે, એટલો છે નહીં...જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે, તેમ ગ્લિટ્સ એન્ડ ગ્લેમર દુનિયાની પણ બે બાજુઓ છે. 70mmના પડદા પરની કાલ્પનિક કહાની તો આપણે સૌ જોઈએ છીએ, પણ એ પડદા પાછળની વાસ્તવિકતા પૂરેપુરી જાણતા નથી...Real life અને reel life—આ બંનેની વાસ્તવિકતાનો પર્દાફાશ કરતી કહાની એટલે — "સ્ટાર્ડમ"આ રોમાંચક નવલકથા મૉડેલિંગ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું એક એવું નગ્ન સત્ય પ્રકાશિત કરે છે, જેના વિશે જાણીને તમે દંગ રહી જશો...અક્ષિતા નામની એક 21 વર્ષીય ખૂબસૂરત યુવતી, જેના સ્વપ્નો તેની કલ્પના જેવા જ રંગીન અને વિશાળ છે. ગ્લિટ્સ એન્ડ ગ્લેમર દુનિયા તરફ જતી તેની રોમાંચક જર્ની
સ્વભાવે બિંન્દાસ... જીવન ગમે તેવા રંગો પરિસ્થિતિ સ્વરૂપે ઢોળે, હું મારા સ્વભાવની પીંછીથી વર્તમાનના કેન્વાસ પર સુંદર સ્ટ્રોકસ મારી જીવનનું માસ્ટરપીસ પેઈંટ કરી લઉં છું. આ પણ એક કળા જ છે. જીવન જીવવાની કળા. કદાચ બધી કળાઓમાં આ કળા સૌથી અગત્યની અને ખાસ શીખવા જેવી છે. કારણકે આ કળા જીવનમાં ડગલે ને પગલે કામમાં આવતી હોય છે...
STARDUM warranty ma Star banya pachhi gamer ni duniya makhowayi jay ne supporters ne bhuli jay,
Aa story ma jindgi ni sachchayi abhi wyakt khub j dipply warnwa ma aavi chhe. Jiwan ma unchyi per January ne te samaye potani image ne jalavi rakhawa mate daru ne kokain na daldal ma dhasi jawu te samajdari nathi.